મારો પુત્ર દેશી દારૂ પીવે છે, કેમિકલ નહી, મહેરબાની કરીને તેનો જીવ બચાવોઃ મધુબેન વાઘેલા

July 26, 2022 5:13 pm

હા, હા મારો પુત્ર દારૂડિયો છે અને તે દારુ પીવે છે, રોજ દારુ પીવે છે અને દેશીદારૂ પીવે છે, પણ કેમિકલ નહી, આ શબ્દો છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજિદ ગામના લઠ્ઠાકાંડનો ભોગ બનીને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા દીપકની માતા મધુબેન રણછોડલાલ વાઘેલાના. તેઓ સ્વીકારે છે કે તેમનો પુત્ર દારૂડિયો છે અને તે દારૂ […]

Gujarat 2022: નવા રાજકીય સમીરણોમાં નરેશ પટેલ-પ્રશાંત કિશોર કરી શકે છે સાથે કામ, અશ્વિન કોટવાલ ટૂંક સમયમાં કોંગ્રેસ છોડશે

March 29, 2022 5:25 pm

ગુજરાતમાં કોંગ્રેસ માટે સારા સમાચાર છે. રાજ્યના વિવિધ પાટીદારો વચ્ચેના મહત્વના સંપર્ક કડીઓ પૈકીના એક ગણાતા પાટીદાર નેતા નરેશ પટેલે કોંગ્રેસ સાથેનું વજન ઘટાડવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. પ્રશાંત કિશોર પાટીદારો અને ગુજરાતની એકંદર ચૂંટણીના માહોલને સમજવામાં મદદ કરી શકે છે. કિશોર એઆઈસીસીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, પ્રિયંકા અને રાહુલ ગાંધીને મળ્યા છે. તેમણે […]

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ઊંડા રાજકીય સંકટમાં: છોડવી પડી શકે છે સત્તા

March 24, 2022 8:28 pm

1947માં તેની રચના થઈ ત્યારથી પાકિસ્તાનમાં કોઈપણ સરકારે તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી અને ઈતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો છે, કારણ કે, ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા વડાપ્રધાન ઈમરાન ખાનને તેના ત્રણ સૌથી મહત્વપૂર્ણ સાથીઓ સાથે ગંભીર સમસ્યા છે. આ ઉપરાંત તેમના પોતાના સભ્યોએ ટેકો પાછો ખેંચી લીધો છે. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં 342 બેઠકો છે અને સરકાર બનાવવા […]

બીજેપીનું ગુજરાત મોડલ કેવી રીતે રાષ્ટ્રીય વિજેતા બન્યું અને ચૂંટણી પરિણામોની વિશેષતાઓ

March 11, 2022 3:44 pm

ઉત્તર પ્રદેશ ચૂંટણીના પરિણામોનો સ્પષ્ટ સંદેશ- મોદીની હાજરીમાં વિપક્ષનો રસ્તો સરળ નથી બીજેપીનું ગુજરાત મોડલ કેવી રીતે રાષ્ટ્રીય વિજેતા બન્યું અને ચૂંટણી પરિણામોની વિશેષતાઓ ઉત્તર પ્રદેશ ચૂંટણીના પરિણામોનો સ્પષ્ટ સંદેશ- મોદીની હાજરીમાં વિપક્ષનો રસ્તો સરળ નથી કોઈપણ સંકુચિતતા વિના, હું એક ગુજરાતી તરીકે વિચારું છું, હું ચૂંટણીઓ વધુ સારી રીતે સમજું છું. આ કોઈ દાનથી […]

ગુજરાતમાં “મારો આદર્શ: નથુરામ ગોડસે”એ ટ્રોફી જીતી પણ 48 કલાક પછી ટ્રોફી પાછી ખેંચાઇ ત્યારે વિજેતાની આંખમાં આંસુ હતા

February 16, 2022 5:45 pm

તેણે એવા જોમ અને ઉત્સાહથી વાત કરી કે ધ્રુવીકરણ પામેલા ગુજરાતમાં ઘણા લોકો તેની સાથે નિઃશંકપણે સહમત છે અને તાળીઓ પાડે છે. તેથી જ્યારે શાળાના વિદ્યાર્થીને તેની વકતૃત્વની સ્પષ્ટતા, વિષયની જાણકારી સાથે “મારો આદર્શ: નથુરામ ગોડસે ” પર બોલવા બદલ ટ્રોફી એનાયત કરવામાં આવી ત્યારે સેંકડો લોકોએ તાળીઓ પાડી હતી. કેટલાકે તો ઉભા થઇને વિદ્યાર્થીને […]

ભારતમાં બેરોજગારીનું દુ:ખ અને અમેરિકાનાં સપનાની લાલચ

August 4, 2022 6:35 pm

યુએસ-કેનેડા બોર્ડર પર પત્ની અને બે બાળકો સાથે મૃત્યુ પામનાર ગુજરાતનાં જગદીશ પટેલ શું અમેરિકા જવાનાં સપનાને સાકાર કરવા ગયા હતા કે પછી બેરોજગારીથી હતાશ થઇને તેમણે દેશ છોડ્યો હતો? આ ચકચારી ઘટના ભારતમાં રાજકીય રંગ લઈ રહી છે. જ્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના પક્ષના સાથી અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના […]

Vibes of India આપને 2022ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે

January 1, 2022 3:06 pm

વાઇબ્સ ઑફ ઇન્ડિયા માત્ર છ મહિના જૂનું છે અને અમનેએ જાહેર કરતાં હર્ષ થાય છે કે અમારા મુલાકાતી (વિઝિટર્સ) 800,000ને વટાવી ગયા છે, અને 31 માર્ચ,2022 પહેલાં મિલિયન (દસ લાખ)નો આંકડો પાર કરવાનું અમે તમને વચન આપીએ છીએ. અમે ઠોકર ખાધી છે પરંતુ આગળ વધ્યા છીએ, રેકોર્ડ તોડ્યા છે અને નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે. […]

અયોધ્યાની યાત્રા માટે રૂ. 5000ની સહાય આપીને ગુજરાતમાં આદિવાસીઓના ભગવાકરણની યોજના

October 22, 2021 12:54 pm

ગુજરાત સરકારે અયોધ્યામાં રામજન્મભૂમિની યાત્રાએ જવા માટે રાજ્યના આદિવાસીઓને નાણાકીય સહાય આપવાનો નિર્ણય લીધો છે. તે મુજબ અયોધ્યાની યાત્રા કરનાર દરેક આદિવાસીને 5000 રૂપિયા મળવાપાત્ર રહેશે. જોકે, તેના માટે તેમણે રામ લલ્લાના દર્શન કર્યાના પૂરાવા આપવા પડશે. ગુજરાતમાં લાગુ થઈ રહેલી આ યોજના ભાજપ શાસિત બીજા રાજ્યોમાં પણ અમલમાં મુકાય તેવી શક્યતા છે. ગુજરાત સરકારની […]

જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર સાથે મળીને ગુજરાતમાં કોંગ્રેસની નૈયા પાર ઉતારશે?

September 30, 2021 6:29 pm

કોંગ્રેસની ફૂટેલી કારતૂસો જેવા G-23 જૂથમાં થોડો રાજીપો ફેલાયો હશે. બની શકે કે પાર્ટીથી નારાજ અને રિસામણે ચડેલા થોડા બીજા વયોવૃદ્ધો સભ્યપદ માટે કતારમાં જોવા મળે. ગુજરાતના મોટાભાગના માધ્યમોએ કદાચ સત્તાધીશોની શેહમાં આવીને કનૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીના કોંગ્રેસ પ્રવેશને બિનમહત્વનો ગણાવ્યો છે. પણ, ખરેખર જોઈએ તો સાવ એવું નથી. શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસે બહારથી આપેલા […]

વિશ્વની સૌથી મોટી હેરોઇન જપ્તીની કહાની, જેમાં ક્યાંય નથી અદાણી

September 25, 2021 3:02 pm

ગુજરાતમાં કચ્છના મુન્દ્રા બંદરે બે કન્ટેનરમાંથી પકડાયેલું 30,000 કિલો હેરોઈન અસલમાં ભારતમાં ઉપયોગ માટે ન હતું. આ હેરાફેરીમાં એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સામેલ હોવાનું માનવામાં આવે છે અને માલનો અંતિમ મુકામ અમેરિકા હોવાની શક્યતા છે, તેમ DRIના ટોચના સૂત્રોએ વાઈબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું છે. કચ્છના મુન્દ્રામાં ડ્રગ્સ ઉતારી લીધા પછી તેને વિજયવાડા લઈ જવાનો પણ […]

ગુજરાતમાં હેરોઈન પહોંચાડવામાં પાકિસ્તાન-અફઘાનિસ્તાનના રૂટનો જ ઉપયોગ શા માટે?

September 24, 2021 7:27 am

ગુજરાતમાંથી પકડાયેલા હેરોઈનના કેસમાં પાકિસ્તાનની ભૂમિકાને નજરઅંદાજ કરી શકાતી નથી. ગુજરાત પહોંચેલા કન્ટેનરમાંથી 4.2 અબજ ડોલર અથવા 21,900 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ભારતીયોએ કબૂલાત કરી છે કે આ એકમાત્ર માલ ન હતો, તેમાં બે વધુ કન્ટેનર હતા. આ બાબત મોટી સમસ્યા તરફ નિર્દેશ કરે છે. દેશભરમાં હેરોઇનની જપ્તી […]

ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રીઃ ભાજપે તમામ ટીકાકારોના મોઢાં બંધ કરી દીધા

September 12, 2021 6:19 pm

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની પસંદગી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વિશે ભુપેન્દ્ર પટેલ સહિત કોઇને કલ્પના ન હતી. ભાજપના વડામથક કમલમ્ ખાતે મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ ત્યારે ભુપેન્દ્ર પટેલ ચોથી હરોળમાં એક ખૂણામાં બેઠા હતા. થોડી જ વારમાં લોકો ‘દાદા દાદા’ના નારા લગાવવા […]

કેમ છોડવી પડી વિજય રૂપાણીને ગાદી?

September 12, 2021 1:10 pm

વિજય રૂપાણીનો રેકોર્ડ જોતા એવું લાગતું નહોતું એ પાંચ વર્ષ પુરા કરી શકે છતાં નસીબદાર કહેવાય કે ગુજરાતના મુખ્યમંત્રીની ગાદી પર પાંચ વર્ષ ટકી શક્યા. ભારતીય જનતા પાર્ટીના મોડેલ રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમનું લઇ લેવાયેલું રાજીનામુ, હાઈ કમાન્ડનો ભાજપના અન્ય શક્તિશાળી મુખ્યમંત્રીઓને સંદેશ છે કે – ભાજપમાં વ્યક્તિ નહિ, પાર્ટી મહત્વની છે.  પાર્ટીએ જોકે રૂપાણીને ગયા […]

વિજય રુપાણીની વિદાય નક્કી જ હતી, પણ થોડી ઉતાવળ થઈ ગઈ

September 11, 2021 5:57 pm

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1600થી વધુ પટેલ યુવાનોને તેમની મહત્વાકાંક્ષાઓ પૂરી પાડવા માટે અમદાવાદમાં 200 કરોડના પાટીદાર પ્રોજેક્ટ, સરદારધામ, વર્ચ્યુઅલ રીતે સરદારધામનું ઉદ્ઘાટન કર્યાના એક કલાક કરતાં પણ ઓછા સમયમાં, પીએમ મોદીએ નક્કી કર્યું કે ગુજરાતના મુખ્યમંત્રીને બદલવાનો સમય આવી ગયો છે. હાર્દિક પટેલે પાટીદારો માટે અનામતની માંગણી સાથે આંદોલન શરૂ કર્યું ત્યારથી ગુજરાતમાં પાટીદારો […]

કૃષિ કાયદા વિરોધી આંદોલનમાં આપણે શા માટે ખેડૂતોને સમર્થન આપવું જોઈએ?

September 6, 2021 2:39 pm

જો તમે માનતા હોવ કે તમે સારા ભારતીય છો અથવા ભારત અને તેના ખેડૂતોના શુભેચ્છક છો તો તમારે આ લેખ વાંચવો જોઈએ. માનવ ઇતિહાસમાં સૌથી મોટું વિરોધ પ્રદર્શન ભારતમાં ચાલી રહ્યું છે. નવ મહિનાથી વધુ સમય થયો છે કે ભારતભરના ખેડૂતો શાસક ભાજપ સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ કાયદા ભારતમાં વ્યાપકપણે કૃષિ […]

વિકાસના બદલે આક્રમક હિંદુત્વના મુદ્દે ગુજરાતની ચૂંટણી લડવા ભાજપની તૈયારી

September 3, 2021 2:33 pm

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ 16 મહિના બાકી છે પરંતુ ભાજપે જુના બધા રેકોર્ડ તોડીને ગુજરાતની 182 બેઠકોમાંથી 182 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે પોતાની હોમ પીચ પર ગંભીરતાથી કામ શરુ કરી દીધું છે. હમણાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બે દિવસની રાજ્ય કારોબારી બેઠકનું ઉદ્ઘાટન કર્યું અને રાજ્યમાં પક્ષની કેડરને પ્રેરણા આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં છેલ્લી ચૂંટણીઓ વિકાસના મુદ્દા પર […]

ખેડૂતની આત્મહત્યાઃ સરકાર માટે માત્ર આંકડો, ધરતીપુત્રો માટે કરુણ વાસ્તવિકતા

August 27, 2021 10:55 am

નિલેશ પટેલ માટે આ વર્ષ સારું ન હતું. તેમને આશા હતી કે આખરે “અચ્છે દિન” આવશે. આપેલા વચન પ્રમાણે 100 દિવસની અંદર “અચ્છે દિન” ન આવ્યા તો કદાચ આગામી 1000 દિવસમાં આવશે, પરંતુ તે આશા પણ ઠગારી નીવડી. ગુજરાતના નવસારીમાં રૂઝવાની ગામે રહેતા નિલેશ પટેલનું દેવું વધતુ ગયું અને ખેતીનું વળતર ઘટતું ગયું. ડાંગરની ખેતી […]

પીવાનો પરવાનો: ગુજરાત હાઈકોર્ટ દારૂબંધી કાયદાને પડકારતી અરજીઓ સાંભળવા તૈયાર

August 24, 2021 4:02 pm

1949ના કાયદા પર સવાલ ઉઠાવતી અરજીઓ ગોપનીયતાના અધિકારને ટાંકી રહી છે; રાજ્ય સરકાર કહે છે કે ‘ચીનની દુકાનમાં બળદને આમંત્રિત કરવા’ ગુજરાત હાઈકોર્ટે સોમવારે દારૂબંધીને લગતા અધિનિયમ 1949ની જોગવાઈઓને પડકારતી અરજીઓની સાંભળવાની તૈયારી દર્શાવી છે. આ અધિનિયમ અંતર્ગત રાજ્યમાં દારૂના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ અરજીઓ વીસ્તવમાં […]

રાજકીય વફાદારીનું ઇનામ: મોદીના માનીતા રાકેશ અસ્થાનાને એક્સ્ટેન્શન અને દિલ્હીના પોલીસ કમિશ્નરનું પદ

July 28, 2021 2:33 pm

નિવૃત્તિ આડે થોડા જ દિવસો બાકી હોય ત્યારે બહુ ઓછા લોકોને આવા સુખદ સમાચાર મળતા હોય છે.પરંતુ ગુજરાત કેડરના 1984ની બેચના આઇપીએસ ઓફિસર રાકેશ અસ્થાના એક નસીબદાર વ્યક્તિ છે. કેટલાક કદાચ તેને રાજકીય સેવાઓનો શિરપાવ ગણાવશે, કેટલાક તેને નસીબનો ખેલ ગણશે તો કેટલાક લોકો કદાચ તેને સંપૂર્ણપણે ‘મેરિટ’ આધારિત નિર્ણય કહેશે, પરંતુ રાકેશ અસ્થાના તેના પર ટિપ્પણી કરવા માંગતા […]

મંત્રીઓની પસંદગીમાં જ્ઞાતિ અને ચૂંટણીનું રાજકારણ કામ કરી ગયું

July 8, 2021 2:18 am

ગુજરાત માટે આટલું સારું અગાઉ ક્યારેય નથી થયું. જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી કે રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે પણ ગુજરાતને આટલું કદી નથી મળ્યું. મનમોહન સિંહની આગેવાનીમાં યુપીએ સરકાર, ચરણ સિંહની જનતા પાર્ટી (સેક્યુલર), મોરારજી દેસાઈની જનતા પાર્ટી, વીપી સિંહના જનતાદળ, દેવ ગૌડા અને આઇ કે ગુજરાલના જનતાદળ (યુનાઇટેડ ફ્રન્ટ), ચંદ્રશેખરના સમાજવાદી […]