ભગવાનની મૂર્તિઓ બનાવતો કારીગર ખંડણીખોર કેમ બની ગયો?

July 31, 2021 4:44 pm

કોરોના કાળમાં લોકો કેવી રીતે પાયમાલ થયા અને એ જ પાયમાલી કેવી રીતે તેમાંથી કેટલાકને ગુનાખોરી તરફ લઈ ગઈ તેના  તાદ્રશ ઉદાહરણરૂપી ઘટના આજે પ્રકાશમાં આવી છે. થોડા દિવસમાં અગાઉ, એટલે કે 23મી જુલાઈ ના રોજ શહેરના નારોલ વિસ્તારમાં મૂર્તિ બનાવવાનો ધંધો કરતા વેપારી પરમસુખ પ્રજાપતિ પર ખંડણી ઉઘરાણી માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ […]

નાર્કો-આતંકી શાહિદ સુમારા દિલ્હી એરપોર્ટથી ઝડપાયો

July 29, 2021 1:31 pm

ગુજરાતના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા હાથ ધરવામાં આવેલા એક મોટા ઓપરેશનમાં એક ભયજનક નાર્કો ગુનાહ સાથે સંકળાયેલા આતંકી શાહિદ સુમારાને વહેલી સવારના અરસામાં દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડવા માં આવ્યો છેસુમરા ચાર મોટા કેસ ઉપરાંત 500 કિલો હિરોઇનના કેસ જેની બજાર કિંમત 2500 કરોડ રૂપિયા છે તેમાં વૉન્ટેડ હતો , આ હેરોઇન પાકિસ્તાનથી લાવવામાં […]

અમદાવાદમાં ગુનાખોરીએ માથું ઊંચક્યુંઃ નારોલમાં વેપારી પર ખંડણીખોરોનો ગોળીબાર

July 27, 2021 12:54 pm

આજે પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ રહી છે, જેમાં શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ શહેરમાં ગુનાખોરી રોકવા શું કરી શકાય અને કેવા પ્રકારના ગુના વધી રહ્યા છે, તે અંગે મંથન કરશે. પરંતુ આ કોન્ફરન્સ શરૂ થાય તે પહેલા જ ગઈકાલે શહેર ગુનાખોરીથી ધ્રુજી ઉઠ્યું હતું. એક બાજુ વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં રૂ 2 કરોડની લૂંટનો નિષ્ફળ પ્રયાસ […]

ગુજરાતમાં 215 જમીન પચાવી પાડવાના કેસ; 4000 અરજીઓ લેવાની બાકી

July 27, 2021 12:41 pm

નવેમ્બર 2020 માં, જામનગર સ્થિત વકીલ વસંત માનસેતા અને અન્ય 14 લોકો વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ 2020 હેઠળ કેસ દાખલ કરાયો હતો. તેમના પર માફિયા જયેશ રણપરિયા ઉર્ફે જયેશ પટેલની આગેવાનીવાળી ગેંગનો ભાગ હોવાનો આરોપ હતો.  મનસેતા પર આરોપ મૂકાયો હતો કે જમીનને એકવાર  પચાવી પડ્યા પછી કાનૂની જોગવાઈઓને હલ કરવામાં રણપરિયાને મદદ […]

વસ્ત્રાપુરમાં ધોળા દિવસે બે કરોડ રૂપિયાની લૂંટનો પ્રયાસ

July 26, 2021 8:14 pm

અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ પાસે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આજે ધોળા દિવસે એક બેંકની બહાર લૂંટની ઘટના બની હતી, જેમાં બે કરોડ રુપિયા ભરેલી બેગ લૂંટીને ભાગી રહેલો લૂંટારુ તાત્કાલિક પકડાઈ ગયો હતો. પોલીસે અંકુર મોડેસરા નામના લુંટારુને પકડ્યો છે. મળેલી માહિતી પ્રમાણે ગ્રોમો કંપનીનો સતીષ પટણી નામનો કર્મચારી કાળા રંગની બેગમાં બે કરોડ રૂપિયા લઈને બેંકમાંથી […]

બોરસદ ફાયરિંગ કેસમાં રવિ પૂજારીનો વોઈસ સ્પેક્ટ્રોગ્રાફ ટેસ્ટ કરાયો

July 26, 2021 4:31 pm

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલા અંડરવર્લ્ડના ડોન રવિ પૂજારીને બોરસદ ફાયરિંગ કેસમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફ ટેસ્ટ માટે લઈ જવાયો હતો. આણંદના બોરસદમાં સ્વતંત્ર કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલની હત્યાના પ્રયાસમાં રવિ પૂજારી સામે આરોપો છે. પોલીસે જણાવ્યું કે 25 જુલાઈએ રવિને વોઇસ સ્પેક્ટોગ્રાફ ટેસ્ટ માટે ગાંધીનગર એફએસએલમાં લઈ જવાયો હતો. એસીપી ચુડાસમાએ જણાવ્યું કે રવિના અવાજને ટેપ […]

ચીખલી કસ્ટોડિયલ ડેથ કેસમાં પીઆઈ સહિત ચાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ

July 25, 2021 4:54 pm

22 જુલાઈએ ચીખલી પોલીસ સ્ટેશનમાં 19 વર્ષીય બે યુવાનોએ આત્મહત્યા કરી હતી તે કેસમાં ચાર પોલીસ કર્મચારીઓને નવસારીના ડીએસપી રિશિકેશ ઉપાધ્યાય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને યુવાનોને વાહનની ચોરીના કેસમાં શંકાના આધારે પકડવામાં આવ્યા હતા. આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ એ. આર. વાળા, સબ-ઇન્સ્પેક્ટર એમ બી કોંકણી, હેડ કોન્સ્ટેબલ, શક્તિસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ […]

મેટ્રીમોનિયલ સાઈટ પર રજિસ્ટર કરાવવામાં સાવધાન રહેજોઃ તમારી સાથે ચિટિંગ થઈ શકે

July 25, 2021 3:48 pm

28 વર્ષીય પ્રોફેશનલ રિદ્ધિ (નામ બદલ્યું છે) વસ્ત્રાપુરમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે થોડા સમય અગાઉ પોતાનું નામ શાદી ડોટ કોમ પર રજિસ્ટર કરાવ્યું હતું. 29 મેના રોજ તેને વિહાન મહેતા નામની વ્યક્તિ તરફથી ફોન આવ્યો. તેણે પોતાની ઓળખ નેધરલેન્ડ સ્થિત એક ડેન્ટિસ્ટ તરીકે આપી હતી. રિદ્ધિએ તેના પર ભરોસો મુક્યો. થોડા […]

ગુજરાતનો સમુદ્રકિનારોઃ ડ્રગ સ્મગલર્સ માટે મનપસંદ રૂટ

July 25, 2021 3:28 pm

જુલાઈ 2017માં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (આઇસીજી) અને ગુજરાત એટીએસે મર્ચન્ટ નેવીના એક જહાજને પોરબંદરથી 150 નોટિકલ માઈલ દૂર ટ્રેક કર્યું અને તેમાંથી રૂ.1,500 કરોડનું હેરોઈન જપ્ત કર્યું હતું. એપ્રિલ 2021માં ગુજરાત એટીએસે કુલ આઠ પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 30 કિલો હેરોઈન મળ્યું હતું જેની કિંમત રૂ. 150 કરોડ જેટલી થાય છે. આવા અનેક […]

પતિના જાતીય અત્યાચારનો ભોગ બન્યા પછી મહિલા ગુમ

July 21, 2021 2:34 pm

દીકરીને જન્મ આપવો એ જાણે ગુનો હોય તે રીતે એક મહિલા સાથે તેના પતિએ એટલો અત્યાચાર કર્યો કે ત્રાસી ગયેલી મહિલા તાજેતરમાં ગુમ થઈ ગઈ છે. 32 વર્ષીય પીડીત મહિલા દામિની (ઓળખ ગુપ્ત રાખવા માટે નામ બદલ્યું છે) એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરના પુત્રી છે. તેનો પતિ ઉત્તર ગુજરાતના એક પીએસઆઈનો પુત્ર છે. દામિની પર તેનો પતિ […]

30 ટકા વ્યાજે રૂપિયા ઉછીના આપ્યા, પછી જીવ ગુમાવ્યો

July 21, 2021 2:16 pm

પૂર્વ અમદાવાદમાં એક પખવાડિયામાં હત્યાની પાંચમી ઘટના બની છે. બુધવારે સવારે ખોખરા ગાર્ડન પાસે બાલા સુબ્રમણી નામના એક ફાઈનાન્સરની જયેશ ગોસ્વામી નામની વ્યક્તિએ હત્યા કરી હતી. જયેશે બાલા પાસેથી નાણાં ઉછીના લીધા હતા. પોલીસે જણાવ્યા પ્રમાણે બાલાએ આરોપીને 40,000 રૂપિયા 30 ટકા વ્યાજે આપ્યા હતા. આરોપી જયેશ રીક્ષા ચલાવે છે અને પોલીસે તેને પકડી લીધો […]

નણદોયે સાળાની પત્ની પર એસિડ ફેંક્યો, ચહેરો સહેજમાં બચી ગયો

July 20, 2021 9:16 pm

મે 2021માં રાણીપના રહેવાસી હિતેશ સોલંકીએ તેની ભૂતપૂર્વ પત્ની પર એસિડ ફેંક્યો હતો. આ 33 વર્ષીય મહિલા અમદાવાદના સોલા વિસ્તારની રહેવાસી હતી. તેનો ચહેરો સખત દાઝી ગયો હતો અને તેણે સર્જરી કરાવવી પડી હતી. હિતેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેના હુમલાનો ભોગ બનેલી મહિલા આ પીડાને ક્યારેય નહીં ભૂલી શકે.19 જુલાઈએ 34 વર્ષની […]

ખૂંખાર ડોન રવિ પૂજારીને ગુજરાત લાવવામાં આવ્યો

July 20, 2021 4:52 pm

કર્ણાટકના ઉડ્ડુપીમાં જન્મેલા, અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી, એક સમયે છોટા રાજનના જમણો હાથ હતો જે મુંબઇના અંધેરીમાં શિફ્ટ થયો હતો. 1990 માં બાલા ઝાલ્ટે નામના વિસ્તારમાં ભયજનક ગેંગસ્ટરની હત્યા કર્યા બાદ પૂજારી સ્થાનિક ગેંગ પ્રવૃત્તિઓમાં ફસાયા અને બદનામ થઈ ગયો ત્યારથી તે મુંબઈ પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો.  નેવુંના દાયકામાં છોટા રાજન, અંડરવર્લ્ડ ડોન અને […]

અમદાવાદમાં તલવારથી કેક કાપવાનો સિલસિલો યથાવત

July 17, 2021 1:59 pm

અમદાવાદમાં તલવારથી કેક કાપવાનો સિલસિલો હજુ પણ યથાવત રહેલો છે. અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારની આસપાસમાં તલવાર દ્વારા કેક કટિંગ કરવાની ઘટના સામે આવી છે અને જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કોરોના ગાઈડલાઇન્સ અને પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં જાહેરનામાંનો પણ સરેઆમ ભંગ થતો હોય તેવું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

લોકોને ઘરના બારી-દરવાજા બંધ રાખવા સૂચના આપનાર પીઆઈ ઓડેદરા સામે તપાસ શરૂ

July 14, 2021 2:33 pm

તાજેતરમાં 11 જુલાઈએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે વેજલપુરમાં શાહના આગમન વખતે સોસાયટીના બારી-દરવાજા બંધ રાખવાની સૂચના આપનાર એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસ શરૂ કરવામાં આવી છે.અમિત શાહે અહીં એક કોમ્યુનિટી સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. તે સમયે ઘરની બારી અને દરવાજા થોડા સમય માટે બંધ રાખવાનો પરિપત્ર પીઆઈ એલ. ડી. ઓડેદરા […]

પોલીસને મળી આવેલા હાડકાં વડોદરાના પીઆઈની પત્ની સ્વીટીના જ છે?

July 13, 2021 2:32 pm

વડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈના 37 વર્ષીય પત્ની સ્વીટી કરજણથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયાના 39 દિવસ બાદ પોલીસને કેટલાક હાડકાં મળ્યા છે. અગાઉ માનવામાં આવતું હતું કે આ હાડકાં પ્રાણીઓના છે, પરંતુ ફોરેન્સિક વિભાગે આ હાડકાં માનવીના હોવાની પુષ્ટી કરી છે. પોલીસ માને છે કે આ અવશેષો સ્વીટીના જ છે.આ હાડકા ભરૂચ જિલ્લાથી લગભગ 90 […]

મેહુલ ચોક્સીનો ડોમિનિક રિપબ્લિકનો બોગસ પાસપોર્ટ સુરતમાં બન્યો હતો?

July 12, 2021 8:21 pm

ભારત સરકાર ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સીને ભારત લાવવા પ્રયાસ કરી રહી છે ત્યારે ગુજરાત એટીએસ (એન્ટી-ટેરરિઝમ સ્કવોડ)એ આદમ મોહમ્મદ ઇરફાન નામની એક વ્યક્તિને પકડી છે જેણે ચોક્સીનું બનાવટી પાસપોર્ટ બનાવ્યું હોવાની શક્યતા છે. સુરતમાં મોટા વરાછા ખાતેથી આદમ મોહમ્મદને 12 જુલાઈએ પકડવામાં આવ્યો હતો. ચોક્સીએ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે લગભગ રૂ.13,600 કરોડની છેતરપિંડી કરી […]

કોરોના કાળમાં બોગસ ડૉક્ટરોની ભરમારઃ 3 મહિનામાં 180 કેસ

July 12, 2021 5:22 pm

મહામારીના સંકટકાળમાં કેટલાક ભેજાબાજો ગમે તેમ કરીને સંપત્તિનું સર્જન કરતા હોય છે. નકલી તબીબ બનીને આવા ઊંટવૈદો લોકોના જીવ સાથે ચેડાં કરતા પકડાય છે. ગુજરાત પોલીસે ત્રણ મહિનાની અંદર આવા 180 બોગસ ડોક્ટરોને પકડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. માર્ચ 2020થી આવા ક્રિમિનલોની સંખ્યા વધી છે. તેમનું દિમાગ તો ખાલી હોય છે, પણ પૈસા […]

ગારમેન્ટ ફેક્ટરીમાં યુવતીની હત્યા કેસનો આરોપી પકડાયો

July 10, 2021 4:39 pm

ખોખરાની ગારમેન્ટ ફેક્ટરીમાં પાણીની ટાંકીમાંથી મંગળવારે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જે કેસ ઉકેલાઈ ગયો છે. પોલીસે જણાવ્યું કે મરનાર યુવતીનું નામ રેખા હતું અને ઇરફાન ખાન (ઉ.વ.36) નામની વ્યક્તિને પકડવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં તેણે કબુલ્યું છે કે મૃતક યુવતી સાથે તે છેલ્લા 15 વર્ષથી સંબંધ ધરાવતો હતો. 2019માં તેણે રેખાને બે લાખ […]

એક્સ-બોયફ્રેન્ડે ફેસબૂક પર પ્રાઈવેટ ફોટા અપલોડ કરતા કોલેજિયન યુવતીની કેવી હાલત થઈ?

July 9, 2021 2:36 pm

તમે કોલેજિયન યુવતી હોવ અને પ્રેમ સંબંધમાં હમણાં જ તિરાડ પડી હોય તો સાવધાન રહેવું જરૂરી છે. તમારો એક્સ-બોયફ્રેન્ડ તમારી અંગત પળોના ફોટા કોઈ સોશિયલ મીડિયા પર અપલોડ ન કરે તેની કાળજી રાખો. બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રાઈવેટ પિક્ચર અપલોડ કરીને યુવતીઓને પરેશાન કરવામાં આવી હોય તેવા કિસ્સામાં વધારો થયો છે.અમદાવાદમાં કોલેજના બીજા વર્ષમાં […]