ગુજરાત વિધાનસભા ચૂંટણીની “ચાવી” આદિવાસી સમુદાય પાસે, ભાજપે ખાતમુહૂર્ત કર્યા તો કોંગ્રેસે વચનો આપ્યા

May 10, 2022 3:23 pm

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ઉત્તેજના તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એક દિવસીય પ્રવાસે ગુજરાત પહોંચ્યા છે. જ્યાં તેઓ દાહોદમાં ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને સંબોધિત કરી હતી. આ પછી રાહુલ ગાંધી દાહોદની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં કોંગ્રેસના ધારાસભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક કરશે. આ સાથે જ ગત મહિને જ પીએમ મોદીએ […]

પિતાએ સિલાઈ કામ કરી દીકરીના લગ્ન કર્યા, પરતું પતિ સાથેની સવા કલાકની વાતચીત આઈશાને ફાનિ દુનિયા છોડવા મજબૂર કરી

April 28, 2022 3:35 pm

25 ફેબ્રુઆરી 2021ના રોજ આઈશાએ આ ફાનિ દુનિયાને હસતા હસતા અલવિદા કહ્યું હતું. આઈશાની આત્મહત્યા આજે આપણા સમાજની સંકુચિત માનસિકતાને દર્શાવે છે. આયેશાની આત્મહત્યાને લઈ અનેક પાસાઓની ચર્ચા થઈ રહી હતી, પરંતુ આજે અમે આઈશાના જીવન સાથે જોડાયેલા એવા પાસાઓને જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે લોકો અજાણ છે. આઈશાએ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ વોક-વે […]

ગુજરાત મોડલ: અમદાવાદ એરપોર્ટ પર જયારે કોઈ મહાન હસ્તીનું આગમન થાય ત્યારે ગરીબો પડદા પાછળ

April 21, 2022 2:49 pm

બ્રિટેના વડાપ્રધાન બોરિસ જોનસન આજે ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી ફરી એકવાર તંત્રએ ગરીબોને સફેદ પડદા પાછળ ઢાંકી દીધા છે. જો કે સરકાર દ્વારા ફરી એકવાર ગરીબીની દિવાલ ઉભી કરવામાં આવી છે. બોરિસ જોનસન આજે અમદાવાદ એરપોર્ટ પર સવારે આવી પહોંચ્યા હતા. તેઓ ત્યાથી સીધા મહાત્મા ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા. જો કે, એરપોર્ટ પાસેના રુટ પર […]

મિત્ર દંપતિએ હપ્તા ન ભરતા ડ્રાઇવરનો આપઘાત, દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

April 19, 2022 9:13 pm

લોન ડ્રાઇવરના નામે લઇ આંબાવાડીના એક દંપતિએ હપ્તા ભર્યા ન હતા. લોન લેતા બેંકના માણસો ડ્રાઇવરના ઘરે જઇ પરેશાન કરતા તે અને તેનો પરિવાર કંટાળી ગયો હતો. જેથી કંટાળેલા ડ્રાઇવરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે વેજલપુર પોલીસે બે સુસાઇટ નોટ કબ્જે કરી છે. પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોધ્યો હતો. જોકે સુસાઇટ નોટ હેન્ડ […]

અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલના પતિનુ નિધન

April 13, 2022 8:23 pm

અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલના પતિનું આજે દુ:ખદ અવસાન થયું હતું. તેઓની અંતિમયાત્રા તેઓના નિવાસસ્થા પાલડી ગામ ખાતેથી એલિસબ્રિજ સ્મશાનગૃહ વી.એસ. હોસ્પિટલ જશે.જ્યાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહેરના પૂર્વ મેયર બિજલબેન પટેલના પતિ રૂપેશભાઈ પટેલને બ્રેન હેમરેજ અને હાર્ટએટેકના કારણે તેઓને સાંજે SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયા તેઓનું અવસાન થયું હતું. […]

ચૈત્ર નવરાત્રી 2022 : જાણો ચૈત્ર નવરાત્રી વિશેની વિશેષ વાતો વાઈબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી

April 1, 2022 9:32 pm

ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીને શક્તિ ઉપાસનાનાં પર્વ તરીકે દેશમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસોમાં મા […]

ઈમરાન ખાનને રેલી પહેલા ઝટકો લાગ્યો, કેબિનેટ મંત્રી શહનાઝ બુગતીએ આપ્યું રાજીનામું

March 27, 2022 7:09 pm

ઈમરાન ખાનને ઈસ્લામાબાદમાં યોજાનારી રેલી પહેલા જ ઝટકો લાગ્યો છે. તેમની સરકારના કેબિનેટ મંત્રી શાહજહાં બુગતીએ રાજીનામું આપી દીધું છે. બુગતી બલૂચિસ્તાનની જમ્હૂરી વતન પાર્ટીના નેતા હતા. જમ્હૂરી વતન પાર્ટી (JWP)ના વડા અને MNA શહઝાન બુગતીએ રવિવારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીને મળ્યા બાદ ઈમરાન સરકારમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. બિલાવલ […]

ગુજરાત મોડલ: જામનગરમાં રાષ્ટ્રપતિના આગમન પહેલા ફરી એકવાર ગરીબોને છૂપાવાયા

March 24, 2022 4:10 pm

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આવતીકાલે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે જામનગરમાં નવી મથક વાલસુરામાં કાર્યક્રમના મુખ્ય મહેમાન બનશે. રાષ્ટ્રપતિ જે રૂટ પરથી પસાર થવાના છે તે રૂટ પર ખાસ કરીને ઝૂંપડપટ્ટીઓ આવેલી છે ત્યાં તંત્ર દ્વારા સફેદ પડદા લગાવવામાં આવ્યા છે અને ફરી એકવાર ગુજરાતમાં ગરીબીની દિવાલ (Gujarat model) ઉભી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ […]

AMC એ શરુ કરેલ Water ATM નામ પૂરતા, શહેરવાસીઓના ટેક્સના રૂપિયાનું થયુ પાણી

February 17, 2022 4:20 pm

ATM મુકવામાં પણ મેઈનટેઈનમાં ધાંધીયા શહેરના 20 જેટલા સ્થળો પર રાખવામાં આવ્યા હતા ATM ઉનાળા પહેલા જ મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા અમદાવાદમાં પાણીના એટીએમ મશીન ( AMC Water ATM Machine ) કોર્પોરેશન દ્વારા પુરજોશમાં ઉભા કરવામાં આવ્યા હતા. મશીનો ઉનાળી પહેલા જ બંધ હાલતમાં જોવા મળી મળી રહ્યા છે. આ મશીનનું વીજળીનું બિલ ન […]

દિવા તળે અંધારુ: કોટ વિસ્તારમાં હજી પણ 50 ટકા લોકોનો વેક્સિનનો પ્રથમ ડોઝ બાકી

January 7, 2022 11:58 am

શાહબાઝ શેખ, નતાશા બક્ષી: અમદાવાદમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધતા જોવા મળી રહ્યા છે. જેથી કોરોનાની ત્રીજી લહેર સામે જીવ બચાવવા માટે વેક્સિનના બન્ને ડોઝ લેવા ખુબ જ જરુરી છે. જેને લઈ એએમસી દ્વારા શહેરના ઘણા વિસ્તારોમાં વેક્સિનેશન ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો કોર્પોરેશનની બાજુના જ કોટ વિસ્તારમાં હજી 50 ટકા […]

છેલ્લા બે મહિનાથી રાહ જોઈ રહેલ સરકાર કોરોના સામે લાચાર, કરોડોનો ખર્ચ કોના માથે?

January 6, 2022 5:55 pm

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અંતે ગુજરાત સરકાર જાગી. ગાંધીનગર ખાતે આગામી બે દિવસ યોજનારી 10મી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ હાલ સરકારે મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમિટને લઈ સરકાર દ્વારા છેલ્લા બે મહિનાથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જો કે, સરકાર દ્વારા કરવામાં આવેલ અંદાજિત 85 કરોડનો ખર્ચ હવે કોના માથે આવશે? ગુજરાતમાં આગામી […]

ગુજરાતની શાળાઓમાં વધતા કોરોના સામે જવાબદાર કોણ?

January 4, 2022 9:54 pm

ગુજરાતમાં દરરોજ 15 જેટલા બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. રાજયની શાળાઓમાં અંદાજિત 180થી વધારે બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાં છેલ્લા 15 દિવસમાં સૌથી વધારે 110 બાળકો સુરતમાં કોરોનાગ્રસ્ત થયા છે. જેથી સુરતની હાલ તમામ શાળાઓ બંધ કરી દેવા માટેની સૂચના આપવામાં આવી છે. તો બીજી બાજુ વાલીઓમાં પણ ભારે ચિંતા જોવા મળી […]