ડ્રગ અંગે યુવાનોમાં જાગૃતતા ફેલાવવા “ડ્રગ્સ અવેરનેસ સેમિનાર”નું આયોજન કરાયું
અમદાવાદ,
ડ્રગ્સનો નશો આજના યુવાનોને બરબાદ કરી રહ્યો છે અને મનોચિકિત્સકને ત્યાં પણ આવા ડ્રગ્સ એડિકટ યુવાનો વધી રહ્યા છે. ડ્રગ્સ પેડલર યુવાધનને બરબાદ કરવા શૈક્ષણિક સંસ્થાઓને ટાર્ગેટ કરતા હોય છે. આ મામલે પોલીસ અધિકારીઓએ કોલેજોમાં જઈ વિધાર્થીઓને ડ્રગ્સના રવાડે નહિ ચઢવા તેની અસરો વિશે સમજાવવાનું શરૂ કર્યું છે. દરમિયાનમાં એસઓજી ના અધિમારીઓએ અમદાવાદ સોલા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક યુનિવર્સિટીમાં જઈ વિધાર્થીને સંબીધન કરી ડ્રગ્સથી દુર રહેવા અપીલ કરી હતી. તેઓએ વિધાર્થીઓને જણાવ્યું કે, યુવાનો ગુનાખોરીમાં ધકેલાય છે તેના પાછળ પણ ડ્રગ્સ જવાબદાર છે. તમામ પ્રકારના દુષણો સાથે સંકળાયેલા હોય છે. મોટ ભાગના બાઇક ચોરી ડ્રગ્સ એડિકટ કરે છે. ડ્રગ્સ માફિયાને પોલીસ ન પકડી શકતા વારંવાર નિષ્ફળ જતા આખરે વિદ્યાર્થીઓ પાસે જઈ પેડલરોની માહિતી મંગવાનો વારો આવ્યો હતો. આપ પોલીસે પેડલરોની પકડવા રીતસર વિદ્યાર્થીઓ ના શરણે પહોંચી હતી.
સાથે જ જો કોલેજ આસપાસ ડ્રગ્સ વેચનાર કોઈ હોય તો ડ્રગ્સ વેચનારની માહિતી આપવા યુવાનોને અધિકારીઓએ અપીલ કરી છે. જાણીતા સાઈકીયાટ્રીક ડો. યાત્રી પટેલએ જણાવ્યું કે 18થી 25 વર્ષની એઇજ ગ્રુપમાં નિકોટીન એડીક્શન વધારે જોવા મળે છે. ગાંજાનું સેવન કરી આવતા દર્દીઓ પણ વધુ જોવા મળે છે.છેલ્લા બે ત્રણ વર્ષમાં દર્દીઓની સંખ્યા વધી છે જેનું મૂળ કારણ કોરોનાના કારણે યુવાનોમાં એન્ઝાયટી અને ડિપ્રેશનનુ પ્રમાણ વધુ જોવા મળ્યું. સ્ટ્રેસના કારણે લોકો પહેલા સિગરેટ સ્મોકિંગ તરફ વળે છે.દિવસના 100 દર્દીઓ તપાસીએ છીએ તેમાં 15થી 20 દર્દીઓ એડિકશન ના જ હોય છે. યુવાનોમાં અવેરનેસ એટલા માટે જરૂરી છે કારણ કે તે દેશનો પાયો છે. અને એટલે આ પ્રકારના કાર્યક્રમો થવા જરૂરી છે.ઉલ્લેખનીય છે નશાના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે યુવાનો અને વિધાર્થીઓ ડ્રગ્સના ચુંગાલમા ફસાતા અટકાવવા અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા પોલીસે અભિયાન શરૂ કર્યું છે. પોલીસ અધિકારીઓ કોલેજમાં જઇ યુવાનોને ડ્રગ્સના રવાડે નહીં ચઢવા અને જીવન બરબાદ થતું બચાવવા વિધાર્થીઓના કલાસ લઈ રહી છે.