સુરતના આ જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસને નિયમોનું ભાન કરાવ્યું

| Updated: February 2, 2022 9:44 pm

વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન ટોઇંગ ક્રેન સંચાલનમાં થયેલ ભ્રષ્ટાચાર ફરિયાદ પછી વર્ષ 2021 માં એજન્સીના રૂ. 3.75 લાખ 6 મહિનામાં દંડ પેટે કાપી લીધા.આ મામલે સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવા એ ફરિયાદ કરી હતી.

સુરતમાં લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ કેન બંધ હોવા છતા સત્તાનો દુર-ઉપયોગ કરીને લાખ્ખોના પેમેન્ટની ચૂકવણી કરવા બદલ સુરતના નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક અને મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગની સાથે ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલ સામે પણ કાર્યવાહી કરવા માટે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવેલ હતી. આ ભ્રષ્ટાચારમાં ઉચ્ચ કક્ષાના IPS અધિકારી એવા નાયબ પોલીસ કમિશ્નર પ્રશાંત સુમ્બે તથા મદદનીશ પોલીસ કમિશ્નર એ.પી ચૌહાણની સંડોવણી હોવાથી તપાસ અધિકારી અધિક પોલીસ કમિશ્નર શરદ સિંઘલ અઈ.પી.એસ દ્વારા બંને અધિકારીઓને બચાવી આ આરોપમાં ભ્રષ્ટાચાર થયું નથી એવો રીપોર્ટ પણ કરી દેવામાં આવેલ છે.

તપાસ અધિકારી દ્વારા આ પરિપત્ર અને નામ સુપ્રિમ કોર્ટના ચુકાદાનો ભંગ કરતા જ અરજદાર દ્વારા તપાસ અધિકારી સામે ફરજ ઉપર બેદરકારી અને સત્તાના દુરુપયોગ સામે કાર્યવાહી કરવા જ્યુડી. મેજી. ફર્સ્ટ ક્લાસ કોર્ટ, સુરતમાં પણ કેસ દાખલ કરવામાં આવેલ છે.

ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલ ફાયદો કરવા પુરે પૂરું પેમેન્ટ ચૂક્યું હતું

વર્ષ 2020 માં ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલના આખા વર્ષમાં કોઈ દંડ કે પેનલ્ટી કાપ્યા વગર પૂરે પૂરું પેમેન્ટ આપી દેવામાં આવતું હતું. લોકડાઉનમાં પણ કામગીરી નહી કરેલ હોવા છતાં લાખોના પેમેન્ટ આપી દેવામાં આવ્યું અને આઈ ફોલો કેમ્પએઇન દરમિયાન પણ તમામ ક્રેનનું પૂરે પૂરું ભાડું ચૂકવી દેવામાં આવેલ હતું. આ તમામ મુદ્દાઓ ફરિયાદમાં શામિલ કરવામાં આવેલ હોવાથી હવે વર્ષ 2021 માં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કાળજી રાખવામાં આવેલ છે. ટોઈંગ ક્રેનમાં ઓછા મજૂર રાખવામાં આવેલ હોઈ તો પણ દંડ કરવામાં આવેલ છે, જે દિવસ ક્રેન બંધ હોઈ એનું પણ ભાડું કાપી લેવામાં આવેલ છે, ટોઈંગ ક્રેન દ્વારા લઘુતમ કામગીરી ના થઈ હોઈ તો પણ દંડ કરવામાં આવેલ છે, અને નિયત સમય મર્યાદાથી ઓછો સમય કામગીરી કરવામાં આવેલ હોઈ તો પણ દંડ વસુલ કરવામાં આવેલ છે.

ભ્રષ્ટાચાર પુરવાર કરાવી યોગ્ય સજા અપાવવાના પ્રયત્નો ચાલુ રહશે

ફેબ્રુઆરી 2021 થી જુલાઈ 2021 સુધીના 6 મહિનામાં અન્દાજે રૂ. 3,75,600/- ટોઈંગ ક્રેન અજેન્સી રોનક ટ્રેડેર્સ, અમદાવાદ પાસેથી વસુલવામાં આવેલ છે. સાથે સાથે આઈ ફોલો કેમ્પૈન દરમિયાન 16 પૈકી 8 ક્રેન બંધ રાખીને ખોટું ભાડુ ચુકાવામાંથી પણ બચેલ છે. એક જાગૃત નાગરિક દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલ પછી આજે સુરત પોલીસ દ્વારા જનતાના લાખો રૂપિયાની બચત કરવામાં સફળ થયેલ છે.

વધુમાં સંજય ઇઝાવા દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2020 માં લોકડાઉન દરમિયાન ઉચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર પુરવાર કરાવી યોગ્ય સજા અપાવવાના પ્રયત્નો ચાલુ રહશે.

(અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત)

Your email address will not be published.