માસૂમને 11,000 વોલ્ટનો કરંટ લાગતા પરિવારે છોડી દીધી હતી આશા, ડોક્ટરની મહેનત અને દુઆઓથી બાળક પાછો રમતો થયો

| Updated: January 11, 2022 5:13 pm

નડિયાદમાં રહેતો નવ વર્ષનો બાળક પતંગ પકડવા જતા ધાબા પરથી પસાર થઈ રહેલ 11,000 વોલ્ટનો કરંટ લાગતા બેભાન થઈ ગયો હતો. આ અંગ માતા પિતાને જાણ થતા તેઓ તાત્કાલિક દોડી બાળકને અમદાવાદ ડિવાઈન હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જો કે, બાળકનું હૃદય 10 ટકા જ કામ કરતું હોવાથી તેને ચાલુ એમ્બ્યુલન્સમાં ઓન કોલ સારવાર આપવામાં આવી રહી હતી. ડોક્ટરોની ભાર મહેનત બાદ 12 દિવસમાં બાળકને સાજો કરી દેવામાં આવતા માતા પિતામાં ભાર ખુશી જોવા મળી હતી.

નડિયાદમાં રહેતા અયાન 26 તારીખે ધાબા પર પતંગ ચગાવવા માટે ગયો હતો. તે વેળા તે પતંગ પકડવા માટે ધાબા પર દોડ્યો હતો અને ત્યાથી પસાર થઈ રહેલ ભારે વોલ્ટના કેબલને અડી જતા શોક લાગ્યો હતો. અયાનની હાલત ગંભીર હોવાના કારણે તેના માતા પિતાએ બાળકને જીવતા જોવાની આશા છોડી દીધી હતી. પરતું 12 દિવસની ચાલી રહેલ સારવારે અયાનને પાછો જીવતો કરી દીધો હતો.

આ અંગે ડિવાઈન હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, હાઇવોલ્ટેજ વાયરનો કરંટ બાળક હવામાં સાત ફુટ ઉંચો ફંગાળાયો હતો અને જમીન પર પટકાતા તેનું હૃદય કામ કરવાનું બંધ થઈ ગયું હતું. બાળકને શ્વાસ લેવામાં પણ ભારે મુશ્કેલી થઈ રહી હતી. શરીરમાં લોહી બળી જવાના કારણે તેનું શરીર સફેદ પડી ગયું અને નાક, મોઢાના ભાગમાંથી નીકળવા લાગ્યું હતું. જો કે, બાળકને ખેંચ આવવા લાગી અને છેવટે કોમામાં સરી પડ્યો હતો.

બાળકોની હાલત ગંભીર હોવાના કારણે તેને વેન્ટિલેટરનો સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. ફેફસાંમાંથી આવતું લોહી બંધ કરવાની દવાઓ ચાલુ કરવામાં આવી હતી. હૃદયનું પમ્પિંગ સુધારવા માટે ત્રણ અલગ અલગ પ્રકારનાં ઇન્જેક્શનો સતત ચાલુ કરવામાં આવ્યાં. મગજ પરનો સોજો ઓછો કરવા માટે દવાઓ ચાલુ કરવામાં આવી હતી. સતત આવી રહેલી ખેંચોને બંધ કરવા ચાર અલગ અલગ પ્રકારનાં ઇન્જેક્શન ચાલુ કરવામાં આવ્યાં તથા સ્નાયુઓ, કિડની અને લિવરના સપોર્ટ માટે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. લગભગ સાતેક દિવસની સઘન સારવાર બાદ બાળકનાં મહત્ત્વનાં અંગો ધીરે ધીરે મજબૂત થવા લાગ્યાં અને બાળક ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવવા લાગ્યું હતું. ત્યાર બાદ બાળકને વેન્ટિલેટર પરથી 12 દિવસે તેને હટાવવા સફળતા મળી હતી. સતત મહેનત બાદ બાળકને કોઈપણ ખોડખાંપણ વિના હસતા મુખે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Your email address will not be published. Required fields are marked *