અમૂલની થેલી, બસની ટિકિટ ઉપર આવશે આઝાદીના અમૃત મહોત્સવનો લોગો: જીતુ વાઘાણી

| Updated: August 3, 2022 5:30 pm

સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ આજે કેબિનેટની મિટિંગ બાદ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આજે મુખ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી જેમાં સરકાર દ્વારા આવનાર સ્વતંત્રતા પર્વની ઉજવણી અને લંપિ વાઇરસ મુદ્દે ચર્ચા થઈ હતી.

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી વિશે માહિતી આપી હતી કે 8મી ઓગસ્ટથી 8 મહાનગર ઘર ઘર તિરંગા યાત્રા કરવામાં આવશે. દેશના સ્વાતત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર વિશ્વમાં ન થઈ હોય એવી થવા જઇ રહી છે. ઘર ઘર તિરંગા જનતા સેલ્ફી અપલોડ કરી દેશ ભક્તિનું ઉદાહરણ પૂરું પાડે.

તેમણે જણાવ્યું કે 9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસ. સમગ્ર રાજ્યમાં ઉજવણી 26 સ્થાન ઉપર કાર્યક્ર્મ થશે. દાહોદમાં મુખ્યમંત્રી હાજર રહશે અને 1300 કરોડની યોજનાના લાભ અને લોકાર્પણ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે લંપી ડિજીસ મુદ્દે મુખ્યમંત્રી કચ્છ જઈને આવ્યા છે, વાઇરસ મુદ્દે રસી આપવામાં આવેલા છે.

આવનાર તહેવાર મુદ્દે તેમણે જણાવ્યું કે એક મહત્વનો નિર્ણય સરકારે લીધો છે જેમાં કે ગરીબ પરિવાર તહેવારમાં મુશકેલી અનુભવતા હોય છે. તેમને 70 લાખ NSFA કાર્ડ ધારકોને ડબલ ફિલ્ટર સીંગ તેલ આપવામાં આવશે. જે 100 રૂપિયાના ભાવથી આપવામાં આવશે. સરકારને 70 કરોડનો બોજ પડશે પણ તેનાથી 3.5 કરોડ ગરીબ પરિવાર તહેવાર ઉજવી શકશે.

આરોગ્ય મુદ્દે તેમણે કહ્યું કે બે નવી કોલેજો ગોધરા અને પોરબંદર જિલ્લામાં ચાલુ થશે. બીજી ત્રણ કોલેજો મોરબી, નવસારી અને રાજપીપલામાં મંજૂરી માટે વાત કરી છે. રાજ્યમાં 500 નવી સીટ ઊભી થશે. આઝાદીનો અમૃત મહોત્સવ અમૃત સરોવર જિલ્લામાં બનશે. રાજ્ય કક્ષાનો ઉજવણી કાર્યક્રમ અરવલ્લીના ધનસુરામાં થવાનો છે. એક જિલ્લામાં 20-25 સરોવર ઊભા થયા છે. અમૂલ ડેરીની થેલી પર 13-15 ઓગસ્ટના આઝાદીના અમૃત મહોત્સવનો લોગો આવશે. આ ઉજવણીના ભાગરુપે ઉપરાંત રેસ્ટોરાંટના બીલ, બસની ટિકિટ બનાવવામાં આવશે.

Your email address will not be published.