સુરતમાં દિવસે દિવસે ભૃણ હત્યાના ગ્રાફ સતત વધી રહ્યો છે. નવજાત શિશુને તરછોડવાના બનાવો પણ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સુરતમાં સામે આવ્યો છે. જેમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાશ નગર પાસેથી કચરામાંથી નવજાત બાળક પડ્યું હોવાની જાણ રાહદારીને થઈ હતી. રાહદારીએ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી. પોલીસને જાણ થતા કાફલો સ્થળે દોડી આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈ માતા દ્વારા બાળકને કચરામાં ફેંકી દેવાયો છે, જોકે ફૂલ જેવું માસૂમ બાળકને હજુ તો દુનિયા જોવાની બાકી હતી. ત્યારે રાક્ષક સમાન આવી માતા સામે લોકોએ પણ ફિટકાર વરસાવી હતી.
પોલીસ દ્વારા આ તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી અને તેને એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, તબીબો દ્વારા બાળકને મૃત જાહેર કરાતા લોકોએ તેના માતા પિતા સામે ફિટકાર વરસાવી હતી. આવા રાક્ષક સમાન માતાને કડકમાં કડક સજા થઈ તેવી લોકમાંગ પણ ઊઠી છે.
મહત્વની વાત એ છે કેટલીક ઘટનામાં રાક્ષક સમાન માતા પોતાની પાપલીલા છુપાવવા માટે નવજાત શિશુ તરછોડયુ હતું કે અમય કોઈ પારિવારિક કારણે બાળકને તરછોડવામાં આવ્યું છે. બાળકની હત્યા કર્યા બાદ શિશુને ફેંકી દેવાયો છે? તે દિશામાં પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરીને રાક્ષસ સમાન માતાને પકડવાના ચક્રોગતિમાન હાથ ધર્યા છે.
( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )