ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ નિર્ણય, પાંચ રાજયોમાં રેલી અને રોડ શો પર પ્રતિબંધ

| Updated: January 15, 2022 8:58 pm

પાંચ રાજયોમાં આગામી સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. જેથી તમામ પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. જેમાં 22 જાન્યુઆરી સુધી તમામ ચૂંટણી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે.

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ટ્વિટ કર્યું કે તમામ ફિજિકલ રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 22 જાન્યુઆરી, 2022 સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે, આ સમય દરમિયાન રાજકીય પક્ષો 50 ટકા ક્ષમતાવાળા ઇન્ડોર હોલમાં મીટિંગ કરી શકે છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સને અનુસરીને 300 લોકોને બોલાવી શકાય છે.

આ સિવાય ચૂંટણી પંચે રાજ્યો અને જિલ્લા પ્રશાસનને કોવિડ-19 દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. ચૂંટણી પંચ 22 જાન્યુઆરીએ ફરીથી સ્થિતિની સમીક્ષા કરશે, ત્યાં સુધી રાજકીય પક્ષોએ ડિજિટલ પ્રચાર કરવો પડશે.

ચૂંટણીવાળા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો

ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, જ્યારે કેટલાક મતદાન રાજ્યો સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં આપત્તિજનક વધારો થયો છે. ઉત્તર પ્રદેશમાં આ મહિનાના પ્રથમ સપ્તાહમાં કોરોના સંક્રમણમાં 1,300 ટકાનો જંગી વધારો નોંધાયો છે, જ્યારે પંજાબના 22 માંથી 16 જિલ્લાઓમાં પોઝિટીવીટી દર પાંચ ટકાથી વધુ છે, જે ચિંતાજનક સ્તર છે.

Your email address will not be published.