બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમના માટે પાણીનો પ્રશ્ન યક્ષપ્રશ્ન બનીને રહ્યો છે. નર્મદાનું પાણી બનાસકાંઠાના ખેડૂતો સુધી ન પહોંચતા ખેડૂતોમાં રોષ અને આક્રોશ બંને જોવા માટે મળી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને પત્ર લખવામાં આવ્યો હતો અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘના બનાસકાંઠાના હોદ્દેદાર મેઘરજભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના ખેડૂતોના અનેક પ્રશ્નો છે જે મુદ્દે સરકાર ધ્યાન આપી રહી નથી. ખેડૂત સંગઠન દ્વારા જિલ્લા કલેકટર દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું છે કે, બટાટામાં ભારે મંદીના કારણે એનપીએ થયેલા સ્ટોરોમાં બેન્કની તવાઈ સ્થગિત કરાવવી તેમજ બટાટાના ખેડૂતોના હિતમાં પગલા ભરવા. આ ઉપરાંત જિલ્લાભરમાં પાણીના તળ સાચવવા માટે ત્રણેય ડેમોમાંથી પાણી છોડવું નહીં તેમજ નર્મદાના પાણીથી જિલ્લાભરમાં પાણીના તળ સાચવવા માટે ત્રણેય ડેમોમાંથી પાણી છોડવું નહિ તેમજ નર્મદાના પાણીથી જિલ્લાભરના તળાવો ભરવા અને બનાસ નદી પર ચેક ડેમ બનાવવા કર્માંવત તળાવ તેમજ મેલાણા તળાવમાં પાણી નાંખવું અને સુજલામ સુફલામ કેનાલમાં સતત પાણી ચાલુ રાખવું જોઈએ. તેવી પણ માંગણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ભારતમાલા પ્રોજેક્ટ સર્વિસ રોડ ફરજિયાત બનાવવા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અને થરાદ તાલુકાના માંગરોળ અને પીલુડા ગામ વચ્ચે રાજસ્થાનના વરસાદનું પાણી વધુ આવતું હોવાથી 50 મીટર લંબાઈના નાળાની વ્યવસ્થા કરવી, અતિવૃષ્ટિ વખતે અતિશય હેરાનગતિ ભોગવવી પડે છે. એ સિવાય વારંવાર રજૂઆત થતા ટ્રેકટરના ટ્રોલી પાસિંગ તેમજ ટેક્સ ફ્રી માટે હજુ સુધી સરકારે લોકહિતમાં ધ્યાન અપાયું નથી. આવી અનેક માંગો સાથે કલેકટરને રૂબરૂ મળીને ખેડૂત આગેવાનો અને ભારતીય કિસાન સંઘના હોદ્દેદાર દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.