રામ કથાકાર ભાન ભૂલ્યાઃ એક કરોડ રૂપિયા ન મળે તો સીએમ ભૂપેન્દ્ર પટેલને મારી નાખવાની ધમકી!

| Updated: November 25, 2021 6:47 pm

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના એક રામ કથાકારે ગુજરાતના મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જોકે આ મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી, પરંતુ વીડિયોને લઈને લોકોમાં ભારે ચકચાર મચી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે રૂપિયા 1 કરોડની ખંડણી માંગી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં વાવના મહેશભગત ઉર્ફે બટુક મોરારી નામથી ઓળખાતા રામ કથાકારે મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગી છે.

જેમાં 11 દિવસની અંદર એટલેકે આગામી 7 તારીખ સુધી મુખ્યમંત્રી કોઈપણ વ્યક્તિ મારફતે એક કરોડ રૂપિયા નહીં પહોંચાડે તો મુખ્યમંત્રી નું અકસ્માત માં મોત નિપજાવી દેશે અને ગુજરાતની ગાદી પર પટેલો પાસેથી છીનવાઈ જશે તેવી ધમકી આપી હતી.

ભુપેન્દ્ર પટેલને ગાદીએ બેસાડ્યા છે તો એક કરોડ ની દક્ષિણા આપવી પડશે એવી ધમકી આપતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. ધમકી આપનાર રામકથાકારે વીડિયોમાં પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ જાહેર કર્યો છે, પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ આ રામકથાકારનો મોબાઈલ બંધ હાલતમાં આવે છે અને આ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી.

(અહેવાલઃ હરેશ ઠાકોર)

Your email address will not be published. Required fields are marked *