ગોલ્ડન ડક કિંગ કોહલીની ટીમનો 68 રનમાં જ ધબડકો

| Updated: April 23, 2022 9:13 pm

આજે રવિવારની ડબલ હેડરમાં બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં બેંગ્લોરની ઉપરા છાપરી વિકેટો પડી છે. 68 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ છે.

હૈદરાબાદે IPL ઇતિહાસમાં કદાચ સૌથી યાદગાર કમબેક કર્યું છે. જેવી રીતે સનરાઈઝર્સ પહેલી બે મેચમાં હારી ગયું હતું તે જોઈને સૌને લાગી રહ્યું હતું કે આ ટીમ સૌથી પહેલા પ્લેઓફની બહાર થઈ જશે. T20 નિષ્ણાંતોના રૂપમાં ટીમમાં મોટા નામ નથી.

આવી સ્થિતિમાં રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરામ જેવા બેટરે જવાબદારી સંભાળી લીધી અને સતત રન કરવા લાગ્યા હતા. યોર્કર નિષ્ણાંત ટી નટરાજન પણ જૂના ફોર્મમાં પરત ફર્યો છે. નટરાજને જે રીતે ઋતુરાજ ગાયકવાડને બોલ્ડ કર્યો તે તેની ક્ષમતા દર્શાવે છે.

બંને ટીમની પ્લેઇંગ-11

સનરાઈઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, કેન વિલિયમ્સન, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, જગદીશ સુચિત, ભુવનેશ્વર કુમાર, માર્કો યેન્સન, ઉમરાન મલિક, ટી નટરાજન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ, અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, વાણિંદુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ

Your email address will not be published.