હસરંગાની બોલિંગ સામે KKR ઢેર, દિનેશ કાર્તિકની સિક્સરથી બેંગલોરનો શાનદાર વિજય

| Updated: March 30, 2022 11:35 pm

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 128 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં RCBએ 19.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 132 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શેરફેન રધરફોર્ડે 28 અને શાહબાઝ અહેમદે 27 રન બનાવ્યા હતા. કોલકાતાના ટિમ સાઉથીએ 3 અને ઉમેશ યાદવે 2 વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં બેંગ્લોરની ટીમને જીતવા માટે 7 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં દિનેશ કાર્તિકે એક સિક્સર અને પછી ફોર ફટકારીને મેચ જીતી લીધી હતી. તેણે અણનમ 14 અને હર્ષલ પટેલે અણનમ 10 રન બનાવ્યા હતા.

ગત મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે પ્લેયર ઓફ ધ મેચ રહેલા ઉમેશ યાદવે આ મેચમાં પોતાની લય જાળવી રાખી છે. તેણે પહેલી 2 ઓવરમાં અનુજ રાવત (0 રન) અને RCBના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (12 રન)ની વિકેટ લીધી હતી. અનુજ અને કોહલીનો કેચ વિકેટકીપર શેલ્ડન જેક્સને જ પકડ્યો છે.

આજની મેચમાં હર્ષલ પટેલે કોલકાતા સામે સતત 2 ઓવર મેડન નાખીને અનોખો રેકોર્ડ પોતાને નામ નોંધાવ્યો છે. એટલું જ નહીં પટેલે આ 2 ઓવરમાં 2 વિકેટ પણ લીધી હતી. તમને જણાવી દઈએ કે આ રેકોર્ડ સૌથી પહેલા મોહમ્મદ સિરાજના નામે હતો. તેણે 2020માં કોલકાતા વિરૂદ્ધ જ સતત 2 ઓવર મેડન નાખી હતી.

11મી ઓવરના 5મા બોલ પર આંદ્રે રસેલે RCBના આક્રમક બોલર હસરંગા સામે 94 મીટરની સિક્સ મારી હતી. રસેલે તેની ઈનિંગમાં 3 છગ્ગા માર્યા હતા, જોકે હર્ષલ પટેલે તેની વિકેટ લીધી હતી. રસેલે પોતાની 400મી ઈન્ટરનેશનલ મેચમાં 25 રન કર્યા છે.

Your email address will not be published.