અમેરિકામાં ન્યુજર્સી ખાતે BAPS સ્વામીનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનું ઉદઘાટન

| Updated: June 24, 2022 12:42 pm

અમેરિકામાં ન્યુજર્સી ખાતે BAPS સ્વામીનારાયણ રિસર્ચ ઇન્સ્ટિયુટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ન્યુજર્સીમાં રોબિન્સવિલે ખાતે સ્થાપવામાં આવેલું આ BAPS સ્વામીનારાયણ રિસર્ચ ઇન્સ્ટિયુટ અમેરિકામાં હિંદુ સંસ્કૃતિ અને ધાર્મિક સાહિત્યની સાથે જીવનપ્રણાલિ અંગે સંશોધનની સાથે સંપૂર્ણ વિગતો આપતું પ્રથમ ઇન્સ્ટિટ્યુટ છે.

BAPS સ્વામીનારાયણ રિસર્ચ ઇન્સ્ટિયુટએ ભારતીય પરંપરાઓમાં ભારતીય ભાષાઓ અને હિંદુ ધર્મગ્રંથોના શિક્ષણ અને સંશોધનનું આ પ્રથમ પ્રકારનું કેન્દ્ર છે. સમુદાયના સભ્યો દ્વારા સંસ્કૃત શીખવા અને હિંદુ શાસ્ત્રોની ઊંડી સમજ મેળવવા માટે વધતી જતી રૂચિને ધ્યાનમાં રાખીને રોબિન્સવિલેમાં આ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. સંસ્કૃત, વૈદિક અને શાસ્ત્રીય સાહિત્ય તેમજ હિંદુ માન્યતાઓ, મૂલ્યો અને વ્યવહારોના સખત શિક્ષણ દ્વારા સંસ્થા સામાજિક સંવાદિતા, આંતરધર્મ સંવાદ, જાહેર જોડાણ અને શૈક્ષણિક પ્રવચનને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરશે.

આ માટે તે મૂલ્ય આધારિત શિક્ષણ પ્રણાલિ માટેની તકોનું સર્જન કરશે. નવીન સંશોધન અને સર્જનાત્મક અભિવ્યક્તિને આગળ અપાવશે. આ કાર્યક્રમમાં અમેરિકા સ્થિત 50થી વધુ હિંદુ મંદિરો અને સંસ્થાઓ, મહેમાનો અને વિદ્વાનોના 115થી વધુ પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયો હતો. પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે ભારતથી મહામહોપાધ્યાય પૂજય ભદ્રેશદાસ સ્વામીને ઉદઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા માટે મોકલ્યા હતા. મહામહોપાધ્યાય વિશ્વના અગ્રણી વિદ્વાનોમાં એક હિંદુ તત્વજ્ઞાન અને સંસ્કૃતની સાથે સંસ્કૃત ભાષ્ય તથા દાર્શનિક ગ્રંથના લેખક છે. પૂજ્ય ભદ્રેશ સ્વામીએ સંસ્થાનું ઉદઘાટન પ્રવચન આપ્યું, પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજની વૈશ્વિક સંવાદિતા, જાહેર સેવા અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનના સંદેશા પ્રબળ બનાવ્યા. મહંત સ્વામી મહારાજના વિઝનને વિસ્તૃત કરીને તેમણે બાળકો અને યુવાનોને કલા અને હિંદુ ક્ષેત્રોમાં તેમની રુચિઓને શોધવા પ્રોત્સાહિત કર્યા.

આ પ્રસંગે સેકંડો સ્વામીઓ અને ભક્તો સત્સંગ દીક્ષા હોમાત્મક પથમાં ભાગ લેવા ભેગા થયા હતા. આ અનોખા યજ્ઞમાં પવિત્ર અગ્નિમાં અર્પણો સામેલ હતા. જ્યારે સત્સંગ દીક્ષામાંથી પસંદ કરેલા શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું. સંશોધન સંસ્થાની શુભ શરૂઆત સાથે વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરવા માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો. બાળકોએ વૈદિક શાંતિ માટે પ્રાર્થના અને સંસ્કૃત શ્લોકોનું પઠન કર્યુ હતું. સમગ્ર ઉત્તર અમેરિકા અને વિશ્વભરમાં જીવંત પ્રસારણ દ્વારા આ ઐતિહાસિક સમારભના લોકો સાક્ષી બન્યા હતા. પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ અમદાવાદથી વર્ચ્યુઅલ રીતે આ સમારંભમાં જોડાયા હતા અને સંસ્થાના દીપ પ્રાગટ્યના પ્રસરણના પ્રતીક સાથે ઉદઘાટન કર્યુ હતું.

Your email address will not be published.