ગઢડા બીએપીએસ મંદિરમાં દર્શનાર્થે જવાના હોય તો આ સમાચાર પહેલા વાંચી લો, નહીં તો ધક્કો પડશે

| Updated: January 10, 2022 2:04 pm

બોટાદનાગઢડા બીએપીએસ baps temple મંદિર દ્વારા દર્શન વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજય ઉપરાંત બોટાદમાં વધતાં જતાં કોરાના કેસોને લઇ બીએપીએસ મંદિર baps temple દ્વારા આ નિર્ણય લેવાયો છે. મંદિર ટ્રસ્ટ દ્રારા મંદિરમાં યોજાતા કેટલાક કાર્યક્રમો પણ રદ્દ કરી દેવાયા છે, આ ઉપરાંત મંદિરમાં દર્શનાર્થે આવનાર તમામ લોકોને ફરજીયાત માસ્ક અને ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવે છે.

વિગતો એવી છે કે રાજય સહિત અનેક શહેરોમાં કોરોનાના કેસો બમણી ગતીએ વધી રહ્યા છે જેથી સરકારી કાર્યક્રમો ઉપરાંત શાળાઓ પણ બંધ કરવાનો નિર્ણય સરકાર દ્રારા લેવાયો છે સરકારે રાજયના મોટા baps temple મંદિરના ટ્રસ્ટીઓને પણ મંદિરમાં આવનાર દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવાની સૂચના આપેલી છે.

આ પણ અચુક વાંચો : ગુજરાતમાં એક મિનિટમાં પાંચ લોકો કોરોનાની ચપેટમાં, હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

ત્યારે બોટાદ બીએપીએસ baps temple મંદિરના ટ્રસ્ટીઓ દ્રારા દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર કરાયો છે, આરતીમાં હરિભકતો દર્શન કરી શકશે નહિ, મંદિરમાં રહેલ પ્રદશનો રહેશે બંધ, મંદિરમાં આવતા લોકોએ ફરજીયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે, અઠવાડિયે યોજાતી સત્સંગ સભાઓ બંધ રહેશે, રવિવારે યોજાતી રવિ સભા હવે ઓનલાઈન યોજાશે, પાટોત્સવ, શાકોત્સવ, ડાબરા ઉત્સવ, પ્રતિષ્ઠા ઉત્સવ મોકુફ રાખવામાં આવ્યા છે.

નોંધનીય છે કે કોરોનાની બીજી લહેર સમયે રાજય સરકાર દ્રારા મંદિરો baps temple બંધ કરાવી દેવામાં આવ્યા હતા બાદમાં રાજય સરકાર દ્વારા નિયમોને આધિન ધર્મસ્થાનકો ખોલવાની છુટ આપતા ભાવનગર અને બોટાદ જિલ્લાના કેટલાક ધર્મસ્થાનકોમાં સવાર- સાંજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવતા હતા.

Your email address will not be published.