વડોદરા ‘લવ જેહાદ’ કેસ ગોટે ચઢ્યોઃ ફરિયાદી યુવતી અચાનક ગુમ

| Updated: July 3, 2021 9:06 pm

વડોદરામાં બળજબરીથી એક મહિલાનું ધર્માંતરણ કરવાના મુદ્દે સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા. આ કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. વડોદરાની જે દલિત મહિલાએ આ આરોપ મૂક્યો હતો તે એકાએક ગુમ થઈ ગઈ છે. મહિલાએ નિવેદન આપ્યું હતું કે, તેણે જે મુસ્લિમ યુવક સામે ફરિયાદ કરી હતી એ ખોટી હતી. આ નિવેદન બાદ મહિલા ગાયબ છે. પોલીસના સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર FIRથી વિપરીત એક એફિડેવિટ બાદ કોર્ટમાં મહિલાને રજૂ કરવામાં આવી હતી.
પણ હવે તે એકાએક ગાયબ થઈ ગઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, “અમે કોર્ટમાં આ કેસને લગતી એફિડેવિટ દાખલ કર્યા બાદ એનો સંપર્ક કર્યો પણ એનો ફોન સ્વિચ ઓફ આવ્યો. હજુ એની કોઈ ભાળ મળી નથી.” તપાસકર્તા અધિકારીએ જણાવ્યું હતું કે, “મહિલાએ જે એફિડેવિટ કોર્ટમાં દાખલ કરી છે એમાં અને FIR બંનેમાં એની સહી જુદી જુદી છે. સહીમાં તફાવત જોવા મળ્યો છે.” અધિકારીએ ઉમેર્યું કે, “અમે આ મહિલાની તપાસ કરી રહ્યા છીએ. શોધખોળ શરૂ કરી દીધી છે. હવે આ કેસમાં ફોરેન્સિક તપાસ માટે એ સહી પણ મોકલીશું.” આ મહિલાએ એક જજ સામે પોતાનું એક નિવેદન પણ નોંધાવ્યું હતું. જેમાં સ્પષ્ટતા કરી હતી કે, જે FIRમાં તે સાચું છે. સેમ નામનો યુવક જે ખરેખર મુસ્લિમ છે એની અને યુવતીની મુલાકાત પહેલા ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી. બંનેએ વર્ષ 2019માં લગ્ન પણ કરી લીધા હતા. યુવકના પરિવારજનોએ પણ મહિલાને પોતાના પરિવારમાં સ્વીકારી લીધી હતી.
તપાસ કરનારા અધિકારીએ કહ્યું કે, ફરિયાદી મહિલાએ FIRમાં જે નોંધાવ્યું છે એનું ખંડન કરવા ઈચ્છે તો કોર્ટેમાં જતા પહેલા તે આ મામલે સંપર્ક કરી શકે એમ હતી. પણ એવું ન થયું. આ ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં થઈ છે. મહિલા દલિત હોવાથી આ કેસની તપાસ SC/ST સેલમાં શિફ્ટ કરવામાં આવી હતી. મહિલા સંપર્કમાં આવ્યા બાદ અમે સત્ય શું છે એ જાહેર કરીશું. ફરિયાદ વખતે યુવતીએ આક્ષેપ કર્યો કે, યુવકે દબાણ પૂર્વક લગ્ન કરાવ્યા છે. લલચાવી ફોસલાવીને લગ્ન કર્યા છે. લગ્ન વખતે યુવતીએ વિચાર્યું કે, છોકરો ખ્રિસ્તી છે પણ તે સમીર કુરેશી નીકળ્યો હતો. સમીર મુસ્લિમ છે એવું તે જાણી શકી ન હતી.
તેણે ફાઈલ કરેલી એફિડેવિટમાં પણ દાવો કરવામાં આવ્યો કે, કેટલાક લોકોએ દબાણ કરીને લગ્ન કરાવ્યા છે. પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ એ યુવતીને સુરક્ષા આપી રહી હતી. જે હવે એને શોધી રહી છે. પણ તેની કોઈ ભાળ મળી નથી. ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ બન્યો તથા લાગુ થયો એના 72 કલાકમાં જ વડોદરામાંથી આ ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાત ફ્રીડમ રિલિજન એક્ટ અંતર્ગત નોંધાયેલો આ પ્રથમ ગુનો છે. તા. 18 જુન 2021ના રોજ આના સમર્થકોએ જોવ જેહાદ એવું નામ આપવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર વડોદરાના તરસાલીમાં રહેતા 20 વર્ષના એક વ્યક્તિએ પોતાનું નામ સેમ માર્ટિન કહી વર્ષ 2019માં સોશિયલ મીડિયા પરથી એની મુલાકાત કરી હતી.
મહિલાએ એવો આરોપ લગાવ્યો હતો કે, છોકરાએ ફરીથી તેની સાથે શારિરીક સંબંધ બનાવવા કહ્યું હતું. મહિલાની જાણ બાહર એની નગ્ન તસવીરો પણ ક્લિક કરી હતી. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું કે, FIRમાં એવો ઉલ્લેખ છે કે, એ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર યુવતીની નગ્ન તસવીર વાયરલ કરવા ધમકી આપી હતી. મહિલાએ એવો આરોપ લગાવ્યો હતો કે, પછી તેને કલ્યાણ વિસ્તારમાં લઈ જઈને બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. લગ્ન માટે પણ નોંધણી કરાવી હતી. આ કાયદા અંતર્ગત આરોપીને 3થી 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે આ ઉપરાંત રૂ.5 લાખ પણ ચૂકવવાના રહે છે.

Your email address will not be published.