જો તમે તમારી સવારથી લઇને સાંજ સુધી તાજગીનો અનૂભવ કરવા માંગો છો તો તમે તમારા ફૂડ આઇટમ્સને બાદ કરી દેજો.જો તમારા ફુડમાં આ ચિજો ખાવાનું રાખતા હોય તો તેને બાદ કરી દેજો જેના કારણે તમને ફાયદાની જગ્યાએ નુકશાન થવાની સંભાવનાઓ વધારે જોવા મળે છે.સવારનો નાસ્તો ખૂબ જ મહત્વ રાખે છે જો તે સમયે તમે કઇ પણ ખાઇ લો છો તે તમને નુકશાની સાથે તમારી તબિયતમાં પણ ખરાબ થઇ શકે છે.
મીઠી વસ્તુઓને કહો ના
સવારની શરૂઆત તમારે કોઇ ખાંડ વાળી વસ્તુઓથી ના કરવી જોઇએ.તમારે તેને ટાળું જોઇએ.જો તમે તમારા નાસ્તામાં ખાંડનું સેવન વધારે કરો છો ત્યારે તમને તે નુકશાન કરે છે અને તમારા વજનમાં વધારો કરે છે અને વજન વધવાને કારણે તમને ધણી મુશ્કેલીઓ થઇ શકે છે
ફ્રૂટ જ્યુસ
સવારમાં વહેલા ઉઠવામાં લેટ થાઇ એટલે આપણે કઇ પણ ખાઇ-પી લેતા હોઇએ છીએ.ફ્રૂટ જ્યુસ હેલ્થી બ્રેકફાસ્ટ છે પંરતુ પેકેટમાં આવતા ફળોના રસ તમારા શરીર માટે સારા નથી.જેના કારણે જો તમે પેકટમાં આવતા ફળોનું જ્યુસ પિવો છો તો તમે તેને પિવાનું ભુલી જાવ કેમકે તે ફાયદો નહી કરે અને વધારે નુકશાની પહોંચાડશે
મફિન્સ અને પેનકેક
ઘણા લોકો સવારના નાસ્તામાં ખાવાનું પંસદ કરતા હોય છે પરંતુ તે તમારા માટે હાનિકારક છે.જે મેદાથી તૈયાર કરવામાં આવે છે અને જેના કારણે તમારુ શરીર વધી શકે છે.જેના કારણે તમારે તમારા નાસ્તામાંથી તેને કાઢી નાખ્વું જોઇએ.બાકી તમારા શરીર માટે તે હાનિકારક છે
બટર ટોસ્ટ
આજના સમયમાં મોટા ભાગના લોકો નાસ્તામાં બટર ટોસ્ટ લેતા હોય છે.બ્રેડ તો મેદાત્ઝ્જિ તૈયાર કરવામાં આવે છે અને બટરમાં ફેટ કન્ટેન્ટ વધુ પ્રમાણમાં હોય છે જેના કારણે તમને ભારે નુકશાની થાય છે.જેના કારણે તમે જો તે ખાશો તો ચરબીનું પ્રમાણ વધી શકે છે અને વજનમાં પણ વધારો થઇ શકે છે.જેની જગ્યા પર તમે ટામેટા, કાકડી ખાઇ શકો છો.