શાહીબાગ બાગમાં રોટલી બનાવવા બાબતે ભાઇએ બે બહેનો અને માતાનું માથું ફાડી નાખ્યું

| Updated: April 26, 2022 2:44 pm

શાહીબાગમાં સગા ભાઈએ તેની માતા અને બે બહેનો સાથે ઝઘડો કરીને રસોડામાં પડેલા ઓરસીયા વડે માથાના ભાગે માર માર મારીને માથુ ફોડી નાખ્યુ હતુ, જેના પગલે બન્ને બહેનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મોટી બહેને તેના ભાઈના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

શાહીબાગના ગજાનંદ સોસાયટીમાં 25 વર્ષીય ભુમિકા તેની માતા ભારતી બહેન આરતી અને ભાઈ શાહીલ સાથે રહે છે. ગત 23 તારીખની રાત્રે ભુમિકા તેની માતા અને બહેન સુઈ ગયા હતા ત્યારે તેનો ભાઈ શાહીલ ઘરે આવ્યો હતો અને અચાનક આરતીને માર મારવા લાગ્યો હતો, જેથી ભુમિકા અને માતા ભારતીએ શાહીલને તુ કેમ મારે છે તેમ પુછતા શાહીલ ઉશ્કેરાયો હતો અને ભારતી બહેન અને ભુમિકાને પણ માર મારવા લાગ્યો હતો, એટલુ જ નહીં રસોડામાં પડેલો ઓરસિયો લઈને આવ્યો હતો અને આરતી અને ભુમિકાના માથાના ભાગે ઓરસિયો મારી મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા.

બીજી બાજુ આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ જતા શાહીલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે ભુમિકાએ તેના ભાઈ શાહિલના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Your email address will not be published.