વડાપ્રધાન આવ્યા તે પહેલાં લઠ્ઠાકાંડમાં બેદરકારી રાખનાર બે જિલ્લા એસપીની બદલી, બદલી કરી સરકારે મામલો થાળે પાડવા પ્રયાસો કર્યા

| Updated: July 28, 2022 6:00 pm

બે દિવસમાં નિવૃત્ત થનાર ડીવાયએસપી, દારુની પરવાગની આપનાર એલસીબી એસઓજીને બચાવી લેવાઇ

અમદાવાદ દેશના વડાપ્રધાન ગુજરાતમાં આવ્યા તે પહેલા 75 મોતના થયેલા લઠ્ઠાકાંડમાં સરકારે એકાએક પગલાં ભરી લેતાં ચર્ચાનો વિષય બન્યો છે. સરકારે લઠ્ઠાકાંડમાં બેદરકારી દાખવનાર જિલ્લા એસપી વિરેન્દ્ર યાદવ અને બોટાદ એસપી કરણરાજ વાઘેલાની તાત્કાલીક અસરથી બદલી કરી સાઇડ પોસ્ટ પર મુકી દેવામાં આવ્યા છે. તેની સાથે બે એસીપી, એક પીઆઇ અને બે પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે અગાઉ ચર્ચા હતી તે પ્રમાણે સરકારે નાના કર્મચારીઓ સામે પગલા ભર્યા હતા અને ઉચ્ચ અધિકારીઓની બદલી કરી દીધી હતી.

તેવામાં દારુ જુગાર પર કન્ટ્રોલ રાખનારી જિલ્લાની મહત્વની એલસીબી, એસઓજી અને વહિવટદાર પર કોઇ જ કાર્યવાહી નહી. ગાંધીનગર સુધીના અધિકારીઓ આ અંગે તમામ જાણકારી ધરાવે છે છતાં પોતાની પોલ પણ ન ખુલી જાય તે ડરે કાર્યવાહી ન કરતા હોવાની ચર્ચા છે. આમ મામલો થાળે પાડી દેવા માટે ગૃહ વિભાગે પ્રયાસો હાથ ધર્યા છે.

રાજ્યના અમદાવાદ જિલ્લા અને બોટાદ જિલ્લામાં ઝેરી દેશી દારુ પીવાના કારણે એક બે નહી અનેક ગામોમાં અસર થઇ હતી. અનેક લોકો સરવાર લઇ રહ્યા છે ત્યારે મૃત્યુનો સરકારી આંકડો 45નો છે પરંતુ બિનસત્તાવાર 75 હોવાનું મનાય છે. આ મોતના કારણે અનેક પરિવારો નિરાધાર બન્યા હોવાનું મનાય છે. દેશના વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલા જ વહેલી સવારે તાત્કાલીક અસરથી અમદાવાદ જિલ્લા એસપી વિરેન્દ્ર યાદવની અમદાવાદમાં જ મેટ્રે સિક્યુરિટી ખાતે બદલી કરી દેવામાં આવી છે જયારે બોટાદ એસપી કરણરાજ વાઘેલાની સરકારી પ્રોપર્ટના પ્રોટેક્શન વિભાગમાં બદલી કરી દેવામાં આવી છે.

આમ બંને અધિકારીઓને સાઇડ પોસ્ટ કરી દઇ મામલો થાળે પાડી દેવા પ્રયાસો કર્યા છે. બે ડીવાયએસપી, પીઆઇ અને બે પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે જિલ્લામાં અગ્રેસર રહેનારી મહત્વ ધરાવનાર એલસીબી અને એસઓજી પર કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. અમદાવાદ જિલ્લામાં મેહુલ અને સુરેશ, સુનિલ નામના શખસ સામે પણ કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતા ચર્ચાનો વિષય બન્યો છે. કેટલા લોકો ગેરકાયદે રીતે સક્રિય હોવાનું ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ જાણતા હોવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતમાં થયેલા લઠ્ઠાકાંડમાં અધિકારીઓની બદલી કરી સરકારે ત્યા પણ કડક ઓફિસરો મુકી મામલો થાળે પાડી દીધો હતો.


લઠ્ઠાકાંડ બાદ એસએમસીના અધિકારીઓ દોડ્યા, તે પણ નિષ્ફળ હોવાનું સ્પષ્ટ
લઠ્ઠકાંડ પહેલા કે દારુ વેચાણ થાય છે તે સ્પષ્ટ હતુ. રાજ્ય સહિત જિલ્લાઓમાં દારુ વેચાણના અનેક મેસેજ એસએમસીને મળતા હોવા છતાં તેઓ પણ ચોક્કસ જગ્યા પર રેડ કરતા હોવાનું સ્પષ્ટ તેમના જ અધિકારીઓ જણાવી રહ્યા હતા. તેવામાં લઠ્ઠાકાંડ બાદ બોટાદની મુલાકાત લેવા માટે એસએમસીના અધિકારીઓ પહોચ્યા હતા પરંતુ દારુ રાજ્યમાં ઘુસતા અને દેશી દારુ બનતા રોકવામાં તે પણ આ ઘટના બાદ નિષ્ફળ હોવાનું નકારી શકાય તેમ નથી.

ડીવાયએસપી સ્વૈચ્છીક નિવૃત્તીના બે દિવસ પહેલા જ સસ્પેન્ડ
બોટાદના ડીવાયએસપી એસ. કે. ત્રિવેદીએ તાજેતરમાં જ સ્વૈચ્છીક નિવૃત્તિ માટે અરજી કરી હતી. આ અરજી પણ સ્વીકારી લેવામાં આવી હતી. જોકે આગામી 30 તારીખે તેઓ સ્વૈચ્છીક નિવૃત્ત થઇ રહ્યા હતા. તે પહેલા જ લઠ્ઠાકાંડ સર્જાયો હતો અને તેમને નિવૃત્તિના બે દિવસ પહેલા એટલે કે, 28 જુલાઇના રોજ સસ્પેન્ડ કરવાના સરકારે આદેશ કર્યા હતા.

આખરે ગૃહ વિભાગે સ્વિકાર્યું કે તે ઝેરી દારુ હતો, પોલીસે એફઆઇઆરમાં પણ દારુનો ઉલ્લેખ ન કર્યો
અમદાવાદ રાજ્ય પોલીસ વડા અને સરકાર ઝેરી કેમિકલ પાણી સાથે પી ગયાનો દાવો કરી રહ્યા હતા. તેમણે કરેલી પ્રેસમાં પણ ઝેરી કેમિકલ સાથે પાણી ભેળવી પીધાના દાવા કરી દારુના કેસોની માહિતી આપી હતી. બાદમાં ગુરુવારે થયેલા ગૃહ વિભાગના સસ્પેન્સનના ઓર્ડરમાં સ્પષ્ટ પણે ઝેરી કેમિકલયુક્ત દારુ હોવાનો ઉલ્લેખ કરી પોલીસના અધિકારીઓની રીતસરની પોલ ખોલી નાખી હતી. આ પરથી કેમિકલ કાંડ નહી પરંતુ લઠ્ઠાકાંડ હોવાનું સ્પષ્ટ થયું છે.

Your email address will not be published.