બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટીની ફેકટરીમાંથી મીથાઇલ બુટલેગરોના ત્યા ગયું, લાઇસન્સ પણ રિન્યુ ન હતું

| Updated: July 28, 2022 8:27 pm

પૂર્વ મંત્રી સૌરભ પટેલના નજીકના મિત્ર, નશાબંધી વિભાગની ભૈદી મૌન

અમદાવાદ
બોટદ અને અમદાવાદ જિલ્લામાં થેયલા લઠ્ઠાકાંડમાં વપરાયેલું મીથાઇલ અમદાવાદના ઉદ્યોગપતિ સમીર પટેલની એમોસ કેમિકલ કંપનીમાંથી ગયું હતુ. સમીર પટેલ બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી હોવાની વાત પણ પોલીસ સુત્રોએ જણાવી હતી. પૂર્વ મંત્રી સૌરભ પટેલના નજીકના મિત્ર હોવાથી આ કંપની અંગે નશાબંધી વિભાગ ભૈદી મૌન સેવી રહ્યું છે.

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા ઝેરી કેમિકલયુકત દારુમાં 57 લોકના મોત થયા હતા. હજુ પણ અનેક લોકો સારવારમા છે અને તેમાંથી અમુકને દેખાવવાનું બંધ થઇ ગયુ છે. તેવામાં તપાસ કરતા બહાર આવ્યું છે. બોટાદ પહોચેલું કેમિકલ પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીલ પાર્કની એમોસ કોર્પોરેશન નામની કંપનીમાંથી સપ્લાય થયું હતુ. આ કંપનીના માલિક સમીર પટેલ હોવાનું બહાર આવ્યું છે. તેમની કંપનીમાંથી કેમિકલ ચોરી થયાનું પોલીસ રટણ કરી રહી છે પરંતુ તપાસમાં શુ બહાર આવે છે તે જોવાનું રહેશે. જોકે આ અંગે નશાબંધી વિભાગના સુપ્રિટેન્ડન્ટ રમેશ વસાવાનો સંપર્ક માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

Your email address will not be published.