આણંદમાં રહેતી મહિલાને અમદાવાદમાં રહેતા યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ થયો હતો. છેલ્લા એક મહિનાથી આ લોકો વાતચીત કરતા હતા. આ વાતચીતમાં યુવકના પ્રેમમાં મહિલા પડી ગઈ હતી અને તે તેના પતિ અને બાળકને તરછોડી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણીએ યુવક સાથે લગ્ન કરવાની જીદ કરી હતી.
આ મહિલા આણંદમાં રહેતી હતી અને તેનો 12 વર્ષનો બાળક પણ છે. તે યુવકના પ્રેમમાં એટલી હદ્દ વટાવી દીધી હતી કે તે તેના પતિ અને બાળકને તરછોડી અમદાવાદ આવી પહોંચી હતી. અમદાવાદ આવતા યુવકને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ આવતો હતો અને સંપર્ક થઈ શક્યો ન હતો. જેથી તે બે દિવસ રસ્તાઓ પર ફરતી દેખાતી હતી. જેથી એક જાગૃત નાગરિકે આ અંગે મહિલા હેલ્પ લાઈનને જાણ કરી હતી. જેથી મહિલા હેલ્પ લાઈન તાત્કાલિક આવી પહોંચી હતી.
હિલા હેલ્પલાઇનની ટીમે તેનું કાઉન્સેલિંગ કરી છોકરાના મોબાઇલ નંબર અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા હતા. જોકે ફોન પણ બંધ અને નેટ પણ બંધ હતું. યુવકે તેને દગો આપી હવે લગ્ન કરવા નથી માગતો. માત્ર 30 દિવસના પ્રેમમાં પોતાનો ઘરસંસાર તોડવાનું સમજાવી અને તેમને પરત સાસરીમાં મોકલી આપ્યા હતા. વધુમાં જાણવા મળ્યું કે તેનો પતિ આણંદમાં દાળવડાનો ધંધો કરે છે અને તેનો પતિ તેની સારી રીતે દેખભાલ પણ કરે છે.
છેલ્લા 30 દિવસથી ઇન્સ્ટાગ્રામ પર અમદાવાદમાં રહેતા એક યુવક સાથે તેણે વાતચીત ચાલુ કરી હતી અને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. હવે પોતે આ યુવક સાથે લગ્ન કરી રહેવા માગે છે. યુવક તેને બહુ જ ગમી ગયો છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. ઘરમાં આ બાબતે જાણ થતાં તે ઘર છોડી અને આ યુવક સાથે લગ્ન કરવા માટે નીકળી ગઈ હતી. જે યુવક સાથે મહિલા વાતચીત કરતી હતી તેણે ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ તેને મેસેજ કરતા તેનું નેટ બંધ હતું.
આમ યુવક પોતે લગ્ન કરવા નથી માગતો અને 30 દિવસના પ્રેમમાં દગો આપીને હવે તે વાત નહોતો કરતો. આ રીતે અભયમની ટીમે સમજાવતા મહિલાએ આવા પ્રેમના બહાને વાતચીત કરતાં યુવક સાથે સંબંધ તોડી અને પરત પોતાના પરિવાર સાથે રહેવા મોકલી આપી હતી. જ્યાં પતિએ પણ તેને સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. આમ માત્ર 30 દિવસના પ્રેમમાં પડેલી મહિલાને પુત્ર અને પતિ સાથે મિલન કરાવ્યું હતું.