અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મંજૂરી મળી, ભક્તો શરૂ કરી દો તૈયારીઓ

| Updated: July 7, 2022 10:34 am

કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી ભાદરવી પૂનમનો મેળાનું આયોજન અંબાજીમાં કરવામાં આવ્યું ન હતું.પરંતુ આ વર્ષના કોરોનાના કેસો હાલ ઓછા હોવાના કારણે આગામી 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે.સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી કરવામાં આવશે તેવી માહિતી પણ મળી રહી છે. છેલ્લા બે વર્ષથી મેળો યોજાયો ન હતો.પરંતુ આ વખતે યોજાશે જેના કારણે લોકોના ધોડા પુર જોવા મળી શકે છે.

અંબાજીના ભાદરવી પૂનમના મેળાને પણ મંજૂરી મળી ગઇ છે જેના કારણે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,. 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પુનમનો મેળો યોજાશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે.તંત્ર દ્રારા આ બેઠકનું આયોજનની બેઠક પાલનપુર ખાતે યોજાઇ હતી.લાખો લોકો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણાઓ કરવામાં આવી રહી છે.

તંત્ર દ્રારા બે મહિના પહેલા તૈયાર કરી દેવામાં આવી રહી છે.આ બેઠકમાં પીવાના પાણી, કંટ્રોલ રૂમ, વ્યવસ્થાને લઇને દરેક વાતને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
ગબ્બર ખાતે આ વખતે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરાશે.51 શક્તિપીઠ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે ઉમેરવામાં આવશે.મહત્વની વાત એ છે કે આ વર્ષના જેટલા પણ સંધો અને કેમ્પો આવશે તેની નોંધણી કરાશે.

Your email address will not be published.