કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષ માટે દ્વારકામાં ભાગવત સપ્તાહનું આયોજન: ફક્ત 101 રૂપિયા લઈ પોથી નોંધાવી શકાશે

| Updated: November 24, 2021 4:53 pm

કોરોના કાળમાં મુત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે મોક્ષનગરી દ્વારકામાં સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દ્વારકાધીશ સત્સંગ મંડળ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભાગવત સપ્તાહમાં વક્તા તરીકે મગનભાઈ રાજ્યગુરુ વ્યાસપીઠ પર બિરાજમાન થશે. દ્વારકા જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેવા પરિવારના સભ્યો માત્ર રૂ 101 આપી આ ભાગવત સપ્તાહમાં પોથી નોંધાવી ભાગવત સપ્તાહ યજમાન બની શકશે.

સર્વજ્ઞાતિ સમૂહ ભાગવત સપ્તાહમાં જે લોકો પોતાના મૃતક સ્વજનના મોક્ષાર્થે પોથી લખાવશે, તે સેવાપોથી લખાવનારના પરિવારમાંથી બે સભ્યો માટે સાત દિવસ દરમિયાન આયોજકો દ્વારા આવાસ તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

દ્વારકાના સનાતન સેવા મંડળના મેદાનમાં તા. 03.01.2022 થી લઈને તા. 09.01.2022 સુધી 3:00વાગ્યાથી લઈને સાંજના 7.00 વાગ્યા સુધી ભાગવત સપ્તાહ યોજવામાં આવેલ છે.

(અહેવાલઃ રિશિ રુપારેલિયા)

Your email address will not be published. Required fields are marked *