ભરતસિંહ સોલંકી રાજકારણમાં ફરી સક્રિય થશે, બોરસદ ખાતે કાર્યક્રમમાં કરી જાહેરાત

| Updated: July 30, 2022 2:15 pm

ભરતસિંહ સોલંકરીની જાહેરાત બાદ રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે તેઓ ફરી એકવાર રાજકારણમાં આવશે. પત્ની સાથેના વિવાદ બાદ તેઓએ રાજકારણમાંથી બ્રેક લઈ લીધો હતો.

બોરસદ ખાતે આજે સ્વ. માધવસિંહ સોલંકીની જન્મજયંતિના વંદનના કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીએ એક મોટી જાહેરાત કરી છે. તેઓએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, તેઓ રાજકારણમાં ફરી એકવાર એન્ટ્રી કરશે. પત્ની સાથેના પારિવારિક વિવાદને લઈ છેલ્લા કેટલાક સમય માટે તેઓએ રાજકારણમાંથી બ્રેક લઈ લીધો હતો. તેઓના આ નિવેદનને લઈ રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે.

ભરતસિંહ સોલંકીએ પત્ની સાથેના વિવાદ મામલે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, હું થોડા સમય માટે રાજકારણમાંથી બ્રેક લઉં છું. જેમાં 2 મહિનાનો, 3 મહિનાનો, 4 મહિનાનો કે 6 મહિનાનો પણ હોઇ શકે.

તમને જણાવી દઈએ કે, ભરતસિંહ સોલંકી અને તેમની પત્નીએ વચ્ચે ચાલી રહેલા વિવાદોના કારણે 3જી જુન 2022ના રોજ તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, તેઓ થોડા સમય માટે સક્રિય રાજકારણમાં બ્રેક લઈ રહ્યાં છે. ત્યારે આજે બોરસદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ પુનઃ સક્રિય રાજકારણમાં પ્રવેશી રહ્યાં છે. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું.

Your email address will not be published.