ભરતસિંહ સોલંકીનું ભડકાઉ નિવેદનઃ રામશિલા પર કૂતરા પેશાબ કરે છે

| Updated: May 24, 2022 4:31 pm

હાર્દિકનો વળતો પ્રહારઃ કોંગ્રેસને રામ સામે વાંધો શું છે, તેને હિંદુઓના વોટની જરૂર નથી લાગતી

અમદાવાદઃ કોંગ્રેસના આગેવાન તથા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ ભડકાઉ નિવેદન કરતા જણાવ્યું હતું કે ભાજપ ભગવાન રામના નામે રાજકારણ કરી રહ્યુ છે. લોકોએ રામમંદિર માટે ગામેગામથી રામશિલા મોકલાવી હતી તે રામશિલા પર હવે કૂતરા પેશાબ કરે છે.

ભરતસિંહના આ નિવેદન સામે તાજેતરમાં કોંગ્રેસમાંથી છેડો ફાડનારા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસને રામ સામે વાંધો શું છે. તાજેતરમાં જ મેં પત્રકાર પરિષદ યોજી ત્યારે પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ હિંદુ ભાવનાને આહત કરતી આવી છે અને ભરતસિંહનું આ નિવેદન તેનો પુરાવો છે. કોંગ્રેસને શું હિંદુઓના વોટ જોઈતા નથી. તેઓને રામના નામે વાંધો શું છે.

ધોળકામાં વટામણ ખાતે ઓબીસી સંમેલન યોજાયુ હતુ. તેમા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે બધા વચ્ચે ઓબીસી નેતા ભરતસિંહ સોલંકીના રામ અંગેના નિવેદને ગુજરાતના રાજકારણમાં ફરીથી ગરમી આણી છે. તેમણે કહ્યું હતું કે કુમકુમ ચાંદલાઓ અને પૂજા કરીને રામશિલાઓ અયોધ્યા મોકલી હતી. ભાજપે મંદિરના નામે ઉઘરાવેલા રૂપિયાનો પણ હિસાબ ન્ આપ્યો. રામલિલા પર કૂતરાઓ પેશાબ કરે છે.

ભાજપ માટે રામ ફક્ત સત્તા મેળવવાનું માધ્યમ છે. હું રામમંદિરનો પ્રશંસક છું. મારુ નામ જ રામના ભાઈ ભરતના નામ પરથી પડાયું છે. તેમણે જણાવ્યું હતું કે માધવસિંહ સોલંકીને કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓબીસી સમાજના લોકોએ નેતૃત્વ આપ્યું તો સમાજને નેતૃત્વએ બળ આપવું પડશે. અહીંથી પ્રારંભ કરીએ અને એવી શરૂઆત કરીએ કે સામેવાળાને ખબર પડે. જો તેઓ હિન્દુ સમ્રાટ અને હિંદુની વાત કરતાં હોય તો ઓબીસી અને આદિવાસી હિંદુ નથી. આ લોકો હિંદુઓમાં પણ ભાગલા પડાવે છે.

Your email address will not be published.