ગયા મહિને ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાએ ખુલાસો કર્યો હતો કે, તેઓ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે.
ભારતીએ સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર જાહેર કર્યા હતા અને બાદમાં ઘણા ઇન્ટરવ્યુમાં તેણે ગર્ભાવસ્થાના દિવસોમાં કામ કરવાની વાત કરી છે.
ભારતી અને હર્ષ કલર્સના આગામી રિયાલિટી શો ‘હુનારબાઝ’ને હોસ્ટ કરશે અને તાજેતરમાં ચેનલે ભારતીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
જેમાં તેણે ભારતની પ્રથમ ગર્ભવતી એન્કર હોવાની વાત કરી છે. વીડિયોમાં કોમેડિયનએ જણાવ્યું છે કે, તે લોકોની માનસિકતા બદલવા માંગે છે કે, ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ ઘરે બેસવું જોઈએ.
કલર્સે ટ્વીટ કર્યું હતું કે, “હુનરબાઝ કે મંચ પર આ રહે હૈ દેશ કે પહેલે ગર્ભવતી એન્કર. અપની જી તોડ મહેનત સે ભારતી બદલ રહી હૈ પૂરે દેશ કી સોચ કો.
કિજિયે સલામ ઇસ નારી કે જઝબે કો ઔર દેખિયે #Hunarbaaz દેશ કી શાન 22 જાન્યુઆરીથી હે શનિવાર અને રવિવારે રાત 9 વાગ્યે સિર્ફ #Colors પર.” વીડિયોમાં ભારતી કહે છે, “તો મિત્રો, હું સેટ પર પહોંચી ગઈ છું.
હું પહેલી વાર આ રીતે શૂટ કરવા માટે નર્વસ છું. પરંતુ, જ્યારે તમારો પરિવાર અને સ્ટાફ તમારી સાથે હોય છે. ત્યારે ડરવાની કોઈ વાત નથી.
“વીડિયોના અંતે ભારતી મજાકમાં કહ્યું હતું કે, “કલર્સ બાહોત ચાલક ચેનલ હૈ, 3 લોગો સે કામ કરવા રહા હૈ લેકિન પૈસે 2 કે દે રહા હૈ.”