બાળકોમાં કુપોષણને જડમૂળથી ડામવા વડાપ્રધાન મોદીની હાકલ
ભરૂચઃ બાળકોમાં કુપોષણને ડામવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી હાકલના ભાગરૂપે ભરુચ દૂધ ધારા ડેરી દ્વારા આશરે પાંચ હજારથી પણ વધુ કુપોષિત બાળકોને દૂધ, ચણા, મગ જેવા પૌષ્ટિક આહારની કિટ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારંભમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દેશના પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું “ભારત માતાની જય”અને “વંદે માતરમ”ના નારા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે પણ ઉપસ્થિત દરેકને વંદન કરી અભિવાદન સ્વીકાર્યુ.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનું શાબ્દિક સ્વાગત રાજયના મંત્રી પ્રદીપભાઇ પરમારે કર્યુ.
આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા અને નાયક દંડક અને ઘારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ,મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશભાઇ મોદીએ પ્રાંસગિક ઉદબોધન કર્યુ.આ કાર્યક્રમમા સાંસદ મનસુખભાઈવસાવાજી,ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ,જિલ્લા પ્રમુખ મારૂતિસિંહજી અટોદરીયા,પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ પટેલ,જીલ્લા પ્રભારી જનકભાઈ પટેલ (બગદાણા), જીલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ સહિત જીલ્લા આગેવાનો તેમજ કાયઁકતૉઓ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ પણ હાજર રહ્યા હતા.