અશાંત વિસ્તાર ધારાના અધકચરા અમલ સામે ભરૂચના રહેવાસીઓએ બાંયો ચડાવી.

| Updated: October 12, 2021 8:46 am

ભરૂચ શહેરના હાથીખાના અને સોનીફળિયા ના રહેવાસી મકાન અને દુકાનમાલિકોએ સોમવારે તેમના ઘરો અને મિલકતોની બહાર મકાન વેચવાનું છે એવા બેનરો પ્રદર્શિત કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ભરૂચ ના લોકો અશાંત જાહેર થયેલા વિસ્તારમાં સ્થાવર મિલકતના સ્થાનાંતરણના ના કાયદાના અમલમાં થતી ઢીલાશ સામે વિરોધ નોંધાવતા હતા..

ભરૂચમાં હાજીખાના તરીકે પણ ઓળખાતા હાથીખાના તેમજ સોની ફળિયાના બહાદુર બુર્જ વિસ્તારોમાં હિન્દૂ મુસ્લિમ વસ્તી સાથે રહે છે. 2019 માં કોમી રમખાણોની ઘટનાઓ બાદ હાથીખાનાના કેટલાક ભાગોમાં મિલકતના ખરીદ વેચાણ માટે અશાંત વિસ્તાર ધારો લાગુ પડયો હતો. વિરોધ કરી રહેલા રહેવાસીઓનું કહેવું છે કે વ્યવસ્થાતંત્ર દ્વારા આ કાયદાની જોગવાઈઓના અમલીકરણમાં ઢીલાશ વર્તાવાના કારણે આ વિસ્તારોમાં એક ચોક્કસ સમુદાયનું ધ્રુવીકરણ થઈ શકે છે.

આ સંદર્ભે વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગે થોડા મહિના પહેલા ડિસ્ટર્બડ એરિયા એક્ટ હેઠળ આજુબાજુના 500 મીટરનો સમાવેશ કર્યો હતો અને આ વિરોધને જોતા , તેઓ આ મુદ્દાઓની તપાસ કરશે અને યોગ્ય નિવેડો લાવવા પ્રયત્ન કરશે.

Your email address will not be published. Required fields are marked *