ખેડૂતો ડુંગળીની મબલખ આવકથી ઉભરાયા હોય તેવું જોવા મળી રહ્યું છે. ખેડૂતો ડુંગળી લઇને માર્કેટયાર્ડ પર ઉભરાયા જોવા મળી રહ્યા છે.
ડુંગળીનું ઉત્પાદન આવી ગયું હોવાથી ખેડૂતો વેચવા માટે નિકળી ગયા છે જયાં સુધી પાક લીલો હોય ત્યાં સુધી તેના ભાવ સારો આવી શકે છે અને તેની સાથે પાક લીલો હોવાના કારણે તેના વજન ના કારણે તેના ભાવ પણ વધુ અને ઉત્પાદનથી ફાયદો મળી શકે છે.
આજ વખતે પાક થતાની સાથે પાકના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો અને તેને લઇને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી અને બીજી તરફ ડુંગળી વેચવા માટે લાંબા દિવસો લગાવી ના શકાય, થોડા જ સમયમાં તેને વેચવી પડે છે.
ડપ ભેર ખેડૂતો ડુંગળી વેચવા આવી રહ્યા છે. ત્યારે ડુંગળીના ભાવમાં વીસ કિલોએ 100 રૂપિયા જેટલો ઘટાડો આવતા અને હજુ પણ ડુંગળીના ભાવ માં ઘટાડો આવવાની શક્યતાઓને લઈને ડુંગળી પકકવતો ખેડૂત ભારે મુંજાયો છે
ભાવનગરમાં(Bhavnagar)આ વર્ષે ડુંગળીનું(Onion)ઉત્પાદન ખુબજ સારું થયું હોય તેવી માહિતી મળી રહી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો તેને લઇને ખેડૂતો પાક લઇને માર્કટ આવે છે અને તેના કારણે લાંબી લાઇનો હોવના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ડુંગળીના ભાવમાં વીસ કિલોએ 100 રૂપિયા જેટલો ઘટાડો
આ દરમ્યાન આ વર્ષે કમોસમી વરસાદ, પાકમાં રોગચાળો આવ્યો હોવાથી ખેડૂતોને ડુંગળીનો ઉતારો ઓછો આવી રહ્યો છે. પરંતુ ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયેલ હોવાથી હાલ ભાવનગર માર્કેટિંગયાર્ડ અને મહુવા માર્કેટિંગયાર્ડ માં ખુબજ મોટા પ્રમાણમાં ડુંગળી વેચાણમાં આવી રહી છે. ત્યારે હાલ માં મોટાભાગના ખેડૂતોને ડુંગળીનું ઉત્પાદન આવી ગયું હોવાથી ઝડપ ભેર ખેડૂતો ડુંગળી વેચવા આવી રહ્યા છે. ત્યારે ડુંગળીના ભાવમાં વીસ કિલોએ 100 રૂપિયા જેટલો ઘટાડો આવતા અને હજુ પણ ડુંગળીના ભાવ માં ઘટાડો આવવાની શક્યતાઓને લઈને ડુંગળી પકકવતો ખેડૂત ભારે મુંજાયો છે.
જેના કારણે બે દિવસ માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવી દીધા છે.
ખેડૂતોને ડુંગળીની આવકના સમયે જ સરકારે બફર સ્ટોક રિલીઝ કર્યા હોવાથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નીચા થવા લાગ્યા છે અને હવે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે.