બિગ બોસ સીઝન 15 માં ગ્રાન્ડ ફિનાલેને હવે માત્ર બે અઠવાડિયા જ બાકી છે. ત્યારે, ઘરની અંદર ઘણું બધું થઈ રહ્યું છે અને સ્પર્ધકો એકબીજા સાથે ઝઘડામાં પડી રહ્યા છે. દર્શકો સપ્તાહના વિકેન્ડ કા વાર એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હોસ્ટ સલમાન ખાન સ્પર્ધકોને તેમના અભદ્ર વર્તન માટે જે રીતે ઠપકો આપે છે તે દર્શકો ખુબ જ પસંદ કરે છે. બિગ બોસ 15ના લેટેસ્ટ એપિસોડમાં કરણ કુન્દ્રા અને પ્રતિક સેહજપાલે જબરદસ્ત લડત આપી હતી.
ગુસ્સામાં કરણે પ્રતિકની માતાને મૂર્ખ ગણાવી હતી અને બાદમાં આ માટે માફી માંગી હતી. વીકએન્ડ કા વારના આગામી એપિસોડમાં સ્પર્ધકો ‘પર્દાફાશ’ નવા રિપોર્ટિંગ સેગમેન્ટમાં ભાગ લેતા જોવા મળશે અને એકબીજા માટે બ્રેકિંગ હેડલાઇન્સ આપતા જોવા મળશે.
આ ટાસ્ક દરમિયાન દેવોલિના રાખી સાવંત સામે ચોંકાવનારું નિવેદન કરે છે અને કહે છે કે, તેણે લોકઅપમાં બે દિવસ વિતાવ્યા છે. દેવોલિના કહે છે, “રાખી સાવંત દો દિન કે લિયે જેલ જાકર આયી હૈં. સલમાન ખાને દેવોલિનાને તરત જ જવાબ આપતા કહ્યું, “તુમ્હારા હોસ્ટ ભી જેલ જાકર આયા હૈ.”