Big Breaking : રાજયની સૌથી મોટી ઈવેન્ટ વાઈબ્રન્ટ સમિટ મોકૂફ

| Updated: January 6, 2022 12:57 pm

વધી રહેલા કોરોનાની સાથે રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ઈવેન્ટ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરાઇ છે.તેની સાથે ફલાવર શો રદ્દ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

ગુજરાત સમિટ 2022 મોકૂફ રાખવામાં આવી છે.એમિક્રોનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે કોરોના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

કાલની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કાલ 3300થી પણ વધુ કેસ નોંધાયા હતા.વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં પણ કોરોનાને લઇને પ્રંતિબંધ કરવામાં આવી રહ્યા છે.

આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.અને ત્યાર બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી દ્વારા બધી વાતને ધ્યાનમાં રાખીને 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણ કારો, ઉદ્યોગકારો, નિવેશકો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહેશે જેને લઇને રાજય સરકાર દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. પરંતુ વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા તેને મોકૂફ રાખવાની જાહેરાત કરાઇ છે.

વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું તેવું મુખ્યમંત્રી જણાવ્યું હતું .પરંતુ લોકોના હિતમાં હવે એ મોકૂફ રાખવામાં આવશે.

મહાનુભાવો, ડેલિગેશન પ્રત્યે મુખ્યમંત્રીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેની સાથે તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

Your email address will not be published. Required fields are marked *