બે વર્ષમાં ગુજરાતમાં 3500 કિલો ગાંજો સપ્લાય કરનાર મુખ્ય આરોપીની ધરપકડ

| Updated: August 3, 2022 1:28 pm

સુરતમાં ક્રાઈમ બ્રાંચે 3.52 કરોડના ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ અગાઉ 2020માં સુરત ક્રાઈમ બ્રાંચે પુણા વિસ્તારમાંથી 564 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. તથા 2021માં પણ 1 હજાર 9 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. આ દરમિયાન પણ ગાંજાની સપ્લાયમાં ઓરિસ્સાના દિલીપ ગૌડાનું નામ સામે આવ્યું હતું. જેથી 2 વર્ષથી સમગ્ર દેશની પોલીસ દિલીપની શોધખોળ કરી રહી હતી.

સુરત ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ માફિયા દિલીપ ગૌડાની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી તેના સંબંધીના 12માની વિધિમાં કરવા માટે સુરત આવી રહ્યો છે જેથી તેની વોચ રાખી હતી. ત્યાર બાદ વિધિ પતાયા બાદ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ આરોપી ઓરિસ્સામાં ગાંજાનું વાવેતર કરે છે અને ત્યાર બાદ તે દેશમાં મોટા પાયે સપ્લાય કરે છે. છેલ્લા બે વર્ષમાં 3500 કિલો ગાંજો ગુજરાતમાં મોકલ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2020માં પુણા વિસ્તારમાંથી 564 કિલો ગાંજો જપ્ત કર્યો હતો અને 2021માં 1 હજાર 9 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. આ કેસમાં આરોપી દિલીપ ગૌડાનું નામ સામે આવ્યું હતું. આરોપીનું નામ સામે આતા છેલ્લા બે વર્ષથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

સુરત ક્રાઇમ બ્રાંચના PI લલિત વાગડિયાએ જણાવ્યું કે, સુરત સિટીના બે ગુના છે એની અંદર એક 564 કિલો ગાંજો એટલે કે 56 લાખનો ગાંજો પકડવામાં આવ્યો હતો. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચે બીજો 1009 કિલો એટલે કે 1 કરોડ ઉપરનો ગાંજો પકડ્યો હતો. પલસાણા પોલીસે 1 કરોડ ને 10 લાખનો ગાંજો પકડ્યો હતો. એવી રીતે કોસંબા પોલીસે પણ 80 લાખ ઉપરનો ગાંજો પકડ્યો હતો.

Your email address will not be published.