Surat: તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક; પિસ્તોલ સાથે ઘૂસી આવ્યો શખ્સ

| Updated: August 5, 2022 12:02 pm

સુરતમાં (Surat) ગઈ કાલે 4 ઓગસ્ટ 2022ના રોજ યોજાયેલા તિરંગા યાત્રા કાર્યક્રમમાં એક શખ્સ પિસ્તોલ સાથે ઘૂસી આવ્યો હોવાની માહિતી મળી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, મહેશ દેવાણી નામનો શખ્સ પિસ્તોલ સાથે તિરંગા યાત્રામાં ઘૂસી આવ્યો હતો. જો કે, મુખ્યમંત્રીના અંગ રક્ષકોએ તેને તાત્કાલિક અટકાવી સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો. પોલીસે શખ્સની ધરપકડ કરી તેની પૂછપરછ કરી હતી.

પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, મહેશ દેવાણી ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાનો સંબંધી છે. ત્યારબાદ ઉમરા પોલીસે જાણવાજોગ નોંધીને યુવકને મુક્ત કર્યો હતો. 

દરમિયાન સુરત (Surat) ખાતે ગઈ કાલે 4 ઓગસ્ટ 2022ના રોજ હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સંદર્ભે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં નિવૃત્ત સૈનિકો, અનેક વિદ્યાર્થીઓ, ફાયરબ્રિગેડ, પોલીસ, પોલીસ બેન્ડ અને NCC પણ આ પદયાત્રામાં સામેલ થયા છે. હજારો વિદ્યાર્થીઓ પદયાત્રામાં જોડાવવા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે.

ભારત સ્વતંત્રતાની 75માં વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે તમામ નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને જગાડવા માટે હર ઘર તિરંગા નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન આઝાદીના અમૃત મહોત્સવનો એક ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આગ્રહ કર્યો છે. આ ઉપરાંત પીએમ મોદીએ લોકોને તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચર્સને તિરંગામાં બદલવા માટે કહ્યું છે.

આ પણ વાંચો: ભૂપેન્દ્રભાઈ પટેલ હેઠળ સુરતમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી 

Your email address will not be published.