BIG NEWS: કેન્દ્રએ આપી કરદાતાઓને મોટી રાહત, સરકારે લંબાવી તારીખ

| Updated: January 11, 2022 6:45 pm

કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલ કરવાની તારીખ લંબાવામાં આવી છે.અને આ રાહત કરદાતાઓને એક મોટી રાહત આપતા સમાચાર કહી શકાય.15 માર્ચ 2022 સુધી ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલ કરી શકાશે અને તેની રિર્ટન ફાઈલ કરવાની તારીખ પણ લંબાવી દેવામાં આવી છે.

કોરોના કાળમાં લોકો માટે આ મોટી રાહત ગણી શકાય.આ કપરા સમયમાં લોકો માટે રાહતના સમાચાર જ કહેવાય અને તેની સાથે લોકોને કેન્દ્રની ભેટ મળી હોય આ વર્ષના તેવું કહી શકાય.

આ માહિતી નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં આપવામાં આવી છે અને આ સાથે તેમણે કોરોના કારણે લોકોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ તારીખ લંબાવામાં આવી છે.અને સાથે આ જોગવાઇમાં તે પણ કહેવામાં આવ્યું છે કે કે આવકવેરા અધિનિયમ 1961ની જોગવાઈઓ હેઠળ વિવિધ ઓડિટ અહેવાલો ઇ-ફાઈલિંગ દરમિયાન પડતી સમસ્યાઓને કારણે સમયમર્યાદા પણ લંબાવાઇ છે.

સરકાર દ્વારા આ લેવાયેલો નિર્ણય ચોંકવનારો છે અને રાહતભર્યો પણ કહી શકાય. તેની સાથે તેમણે કહીયું હતું કે આ વખતે ફાઇલ કરાયેલા વળતરની સંખ્યા ગયા વર્ષની તુલનામાં વધુ છે.

Your email address will not be published.