પેન્શનધારકોને લઇને મોટા સમાચાર,આ ફાયદો લાખો લોકોને હવે થશે

| Updated: January 13, 2022 2:02 pm

સરકારી પેન્શનરો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે અને તેની સાથે સરકાર દ્વારા આ લોકોને રાહત આપવામાં આવી છે. વાર્ષિક જીવન પ્રમાણપત્ર અથવા લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી, 2022 સુધી લંબાવવામાં આવી હોવાની વાત સામે આવી છે.68 લાખ પેન્શનરોને ફાયદો થશે.

પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની તારીખ લંબાવવાની જાહેરાત 31 ડિસેમ્બર, 2021 આપવામાં આવી હતી અને હવે 28 ફેબ્રુઆરી, 2022 સુધી લંબાવવામાં આવી હોવાની વાત સામે આવી છે.

પેન્શન ચાલુ રાખવા માટે 30 નવેમ્બર સુધીમાં પેન્શનધારકોએ તેમના જીવન માટે પ્રમાણપત્ર બેંક અથવા પેન્શન એજન્સીમાં જમા કરાવવું જરૂરી છે અને તેની સાથે 30 નવેમ્બરના બદલે 31 ડિસેમ્બરે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.અને આ તારીખ વધારીને 28 ફેબ્રુઆરી, 2022 કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

સરકારે તાજેતરમાં નિવૃત્ત અને વૃદ્ધ નાગરિકો માટે જીવન સરળ બનાવવા માટે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી શરૂ કરવામાં આવી છે.આ ફાયદો સરકારના અંદાજીત 68 લાખ લોકોને ફાયદો થશે અને તેની સાથે સરળ રીતે હવે માત્ર મોબાઈલ એપનો ઉપયોગ કરીને જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે તેવી માહિતી આપવામાં આવી છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આ ટેક્નૉલૉજીને લૉન્ચ કરતા સાથે જણાવ્યું હતું કે જીવન પ્રમાણપત્રો આપવાની ફેસ રેકગ્નિશન ટેક્નૉલૉજીએ એક ઐતિહાસિક અને દૂરગામી સુધારો જોવા મળશે કારણ છે કે કેન્દ્ર સરકારના 68 લાખ પેન્શનરોના જીવનને જ નહીં પરંતુ કર્મચારીઓના જીવનને પણ અસર જોવા મળશે.

પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશના કારણે રાજ્ય સરકારના પેન્શનરોને પણ ફાયદો થતો જોવા મળશે સાથે આ ખાસ સુવિધા નાગરિક પેન્શનરો માટે ઉપયોગી બનશે અને તેની સાથે જ હવે થી UIDAI આધાર સોફ્ટવેર પર આધારિત ફેસ રેકગ્નિશન સર્વિસ દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકશે અને તેઓ બાયોમેટ્રિક ID તરીકે તેમની ફિંગરપ્રિન્ટ્સ સબમિટ કરી શકતા ન હતા.

ફેડ ID માટે જરૂરી ઓથોરિટીમાં નોંધાયેલ આધાર નંબર અને 5 મેગાપિક્સલ કે તેથી વધુ કેમેરા રિઝોલ્યુશન હોવું ફરજિયાત છે.

Your email address will not be published.