અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી અને તેના બોયફ્રેન્ડ અભિનેતા વિશાલ સિંહે તેમની સગાઈની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર વિશાલે ઘણી તસવીરો શેર કરી તેમના ચાહકોને એક ઝલક આપી કે કઈ તેણે દેવોલિનાને પ્રપોઝ કર્યું હતું.
દેવોલીનાએ તેની વીંટી ફ્લૅશ કરી અને તેને ચુંબન કર્યું તેમજ બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. એક તસવીરમાં, વિશાલ ઘૂંટણિયે બેસી દેવોલિનાને ગુલદસ્તો અને વીંટી આપતો જોવા મળે છે.
દેવોલીના, જે બિગ બોસ 15 ના સ્પર્ધકોમાંની એક હતી, તેણે તાજેતરમાં જ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં નર્વ ડિકમ્પ્રેશનની સર્જરી કરાવી હતી. રિયાલિટી શોમાં એક ટાસ્ક દરમિયાન તેને કલાકો સુધી પોલ પર ઉભા રહેવું પડ્યું હતું જેના કારણે તેને ઈજા થઈ હતી.
ઇન્સ્ટાગ્રામ પર, તેણે એક વિડીયો શેર કર્યો અને તેનો હોસ્પિટલમાં સમય, સ્વસ્થ થવા અને ઘરે પાછા આવવાનું દસ્તાવેજીકરણ કર્યું. તેની પોસ્ટના એક ભાગમાં લહ્યું હતું કે, “મારી BB15 સફર એક રોલર કોસ્ટર રાઈડ હતી. હું માનસિક, શારીરિક કે ભાવનાત્મક રીતે ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ હતી. જેમ તમે બધા જાણો છો, પોલ ટાસ્ક દરમિયાન મને ઈજા થઈ હતી. સંપૂર્ણ પગ ડ્રોપ. મારા BB15 એલિમિનેશન પછી, મારે તાત્કાલિક નર્વ ડિકમ્પ્રેશન સર્જરી કરવી પડી હતી.”
તેણે ઉમેર્યું, “તે એવો સમય હતો જ્યારે મારો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને મને ખબર નહોતી કે મારી આસપાસ મારી મમ્મી અથવા ભાઈ વિના તેનો સામનો કેવી રીતે કરવો અને તેના વિશે વિચારવાનો સમય નહોતો (એક દિવસ પણ નહીં), તેથી હું તરત જ શસ્ત્રક્રિયામાંથી પસાર થઇ. આ મુશ્કેલ સમયમાં, મારી ઇચ્છાશક્તિ અને ભગવાનમાંનો મારો વિશ્વાસ મારી શક્તિ હતી અને આખરે, આજે, હું તમામ મુશ્કેલીઓ અને પડકારો સામે લડ્યા પછી મારા પ્રેમ @angel_bhattacharjee સાથે ઘરે છું.”
દેવોલિના હિટ ટીવી ડ્રામા ‘સાથ નિભાના સાથિયા’માં ગોપીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.