ACB દ્વારા અત્યારસુધીની સૌથી મોટી ટ્રેપ, શિક્ષા અભિયાનના અધિકારી સહિત અન્ય ત્રણની ધરપકડ

| Updated: July 20, 2021 4:28 pm

અમદાવાદમાં શિક્ષા અભિયાનને લઈને અત્યારસુધીનો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પાટણ અને ગાંધીનગરમાંથી શિક્ષા અભિયાન કૌભાંડ સામે આવ્યું છે. પાટણ અને ગાંધીનગરમાં 1-1 ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જે ટ્રેપ અંતર્ગત વર્ગ-2ના અધિકારી નિપુણ ચોકસી અને ચંદ્રવદન ચોકસીની સંડોવણી સામે આવી છે. ચંદ્રવદન ચોકસી ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ ડીપાર્ટમેન્ટના ક્લાસ-2 અધિકારી તથા નિપુણ ચોકસી સમગ્ર શિક્ષા અભિયાનમાં વર્ગ-2ના અધિકારી છે. શિક્ષણ અભિયાન હેઠળ પાટણમાં કોન્ટ્રાક્ટ માટે લાંચ માંગવામાં આવી હતી. આ સિવાય અન્ય બે આરોપીઓ પણ ઝડપાયા છે કે, જે કરાર આધારિત નોકરી કરી રહ્યા હતા.

આરોપી લાંચના છટકા દરમિયાન ફરીયાદી પાસેથી 1,21,000ની લાંચની માંગણી કરી હતી અને ACB ના હાથે  નાણાં સ્વીકારતી વખતે રંગેહાથે ઝડપાઈ ગયા હતા. આરોપીના ઘરે તપાસ દરમિયાન 4,12,205 રુપિયા મળી આયા હતા. આ ગુનામાં આરોપીની અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓને કોર્ટમાં રજુ કરી તેની 2 દિવસની રીમાન્ડમાં એસીબીએ વધુ રકમ ઝડપી સફળતા મેળવી છે.  

આ કેસની તપાસ કરતાં અધિકારી આશુતોષ પરમારે જણાવ્યું હતું કે,રીમાન્ડ દરમિયાન આરોપીની પુછતાછ કરતાં તેના ગાંધીનગર નાગરીક કો.ઓપ. બેંક, મીનાબજાર, સચિવાલય ખાતેના લોકરમાંથી 74,50,000 રોકડા તથા ઘ-2 ખાતેની ગાંધીનગર નાગરીક કો.ઓપ. બેકના અન્ય 2 લોકરમાંથી 1,52,75,000 રોકડા મળી કુલ 2,27,25,000 મળી આવેલ છે. ઉપરાંત કેનેરા બેંક ગાંધીનગરમાં પણ આ આરોપીના લોકરની તપાસ કરતાં તેમાંથી 10 લાખના 300 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા છે. એસીબીના અત્યારસુધીના ઈતિહાસમાં આટલી મોટી રકમ પહેલી વાર કબજે કરવામાં આવી છે.

Your email address will not be published. Required fields are marked *