બિહારઃ શાળામાં તિરંગો ફરકાવતી વખતે કરંટએ લીધો બાળકનો જીવ

| Updated: January 26, 2022 2:39 pm

બિહારના બક્સર ખાતે ઝંડો ફરકાવતી વખતે એક ભારે મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે.અને કરંટ લાગવાના કારણે એક બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે અને તેની સાથે જ્યારે તે સિવાય અનેક બાળકો ગંભીર થયા હોવાની વાત સામે આવી છે અને આ સાથે જ તેમની સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

બક્સરના નાથુપૂર પ્રાથમિક વિદ્યાલય ખાતે આ બનાવ બન્યો છે અને તેની સાથે બાળકો ઝંડો(flag) ફરકાવતી વખતે કરંટની લપેટમાં આવી ગયા હતા અને તેની સાથે એક બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યુ હતું.

શાળાના બાળકો ઝંડો ફરકાવતી વખતે કરંટની લપેટમાં આવી ગયા હતા અને તેમાં એક બાળકનું મોત થયું છે જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઘાયલ થયા છે અને બક્સર સદર હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે

આ પણ વાંચો: અમરેલી જિલ્લાના સવજી ધોળકિયા, ડાયમંડની ચમકથી પણ વધુ ચમક્યા

બાળકોના પરિવારજનોએ આ ઘટના અંગેને જાણકારી આપતા સાથે કહ્યું કે બાળકો શાળામાં ઝંડો (flag) ફરકાવવા માટે પહોંચ્યા અને ડોક્ટર્સના કહેવા અને તેની સાથે જો વાત કરવામાં આવે હોસ્પિટલમાં દાખલ બાળકો પૈકીના એક બાળકનું મોત થયું હોવાનું વાત સામે આવ્યું છે.આ ધટના કારણે

આ ઘટના બાદ સમગ્ર જિલ્લામાં ભારે હડકંપ મચ્યો છે અને રોઈ-રોઈને બાળકોના પરિવારજનોની હાલત ખરાબ થઈ ગઈ છે. સ્થાનિક પ્રશાસનના ટોચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બાળકોની યોગ્ય સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે સિવાય આખરે પાઈપમાં કરંટ કઈ રીતે આવ્યો તે સહિતના સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ વધુ કરવામાં આવી રહી છે.આજે દેશની અનેક શાળાઓમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે અને તેની સાથે અનેક લોકો બાળકો ઝંડો(flag) ફરકાવવા માટે શાળાએ પહોંચ્યા અને આ ધટના બનતાની સાથે લોકોના ધબકારા વધી ગયા હતા.

Your email address will not be published.