વધુ એક મુખ્યમંત્રી કોરોનાની ચપેટમાં : બિહારના સીએમ નીતિશ કુમાર કોરોના પોઝિટીવ

| Updated: January 10, 2022 8:42 pm

દેશમાં વધુ એક રાજકીય નેતા કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ કોરોના સંક્રમિત થયા છે.

સીએમઓ બિહાર દ્વારા ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી. ટ્વિટમાં જણાવ્યું હતું કે હું કોરોના પોઝિટીવ આવ્યો છુ. અને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી હતી. કોરોના પોઝિટીવ આવ્યા બાદ નીતિશ કુમારે પોતાને આઈસોલેટ કરી દીધા છે.

મળતી માહિતી મુજબ સીએમ નીતિશ કુમારે બે વખત કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ બીજા રિપોર્ટમાં તેઓ પોઝિટિવ આવ્યા હતા. તેઓ ઔરંગાબાદથી સમાજ સુધારણા યાત્રા કરીને પરત ફર્યા બાદ પણ સીએમ નીતીશ કુમારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે મુખ્યમંત્રીએ ફરી એકવાર કોરોના ટેસ્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા.

આ પહેલા બિહાર સરકારના ઘણા મંત્રીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાં બંને નાયબ મુખ્યમંત્રી, મંત્રી અશોક ચૌધરી, મંત્રી સુનીલ કુમાર, જનક રામ મંત્રી, મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ સાથે જ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહ પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું, જોકે આજે તેમણે ટ્વીટ કરીને પોતાના નેગેટિવ હોવાની જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે, બિહારમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને બિહારમાં એક્ટીવ કોરોના દર્દીઓની સંખ્યા 20,000ને વટાવી ગઈ છે. એકલા રાજધાની પટનામાં જ કોરોના દર્દીઓની સંખ્યા 10000ને વટાવી ગઈ છે. બિહારમાં રિકવરી રેટ પણ સતત ઘટી રહ્યો છે.

Your email address will not be published.