કલોકમાં હિટ એન્ડ રન: અજાણ્યા વાહન અડફેટે બાઈક સવારનું મોત

| Updated: June 23, 2022 5:31 pm

રાજયમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કલોકમાં હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટે લેતા મોત થયું છે. આ બનાવને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, કલોલમાં બોરિસના બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાન જીજે. 24 એપી 5972 નંબરનું પોતાનું બાઇક લઇ પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન બેફામ સ્પીડે આવતા અજાણ્યા વાહનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં વાહને બાઇકને ઠોકર મારી હતી. જેને પગલે બાઇકચાલક યુવાન સામેની સાઈડના રોડ પર પછડાયો હતો. આ દરમિયાન ગંભીર ઇજા પહોંચતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇને પોલીસ અને એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત અકસ્માત અંગેની વધુ એક ઘટના ગાંધીનગરના ભાટ એપોલો સર્કલ નજીક બની હતી. જેમાં ટોયોટા કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઇડર સાથે અથડાયો હતો. જેને પગલે કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેથી અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Your email address will not be published.