કોરોના વધશેનો અંદાજ હોવા છતાં ઉત્સવોની તૈયારી માટે અબજો રૂપિયા કોના ઇશારે ખર્ચાયા ?

| Updated: January 6, 2022 3:06 pm

વાયબ્રન્ટ, પતંગ મહોત્સવ અને ફલાવર શોની તૈયારી સંપુર્ણ પણે કરી દેવામાં આવી હતી અને તેની પાછળ અબજો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે, જો કે સૌથી મહત્વની વાત એ છે કે દેશ અને દુનિયામાં જે રીતે કોરોનાના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા હતા તે જોતા સરકાર અને સરકારના ઉપરી અધિકારીઓ પણ ગુજરાતમાં કોરાનાના કેસ વધશે તેનાથી ખુબ સારી રીતે વાકેફ હતા તો આ મહોત્સવોની તૈયારી માટે અબજો રૂપિયા કોના ઇશારે ખર્ચાયા તે એક મોટો પ્રશ્ન છે.

વિગતો એવી છે કે રાજયમાં વધતાં કોરોના અને ઓમિક્રોનના કેસોને લઇ રાજય સરકારે અચાનક બેઠક કરી વાયબ્રન્ટ, પતંગ મહોત્સવ અને ફલાવર શો રદ્દ કરવાનો નિર્ણય લીધો છે, આપને ખાસ જણાવી દઇએ કે વાયબ્રન્ટ સમિટ માટે તમામ તેયારીઓ પુર્ણ કરી દેવામાં આવી હતી અને તેના માટે મહિનાઓ અગાઉ તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ હતી. આ માટે હજારોની સંખ્યામાં કર્મચારીઓથી માંડી ઉપરી અધિકારીઓ પણ જોડાયા હતા. ત્યાં સુધી કે વાયબ્રન્ટમાં આવનાર જુદાં-જુદાં ગેસ્ટ માટે કંઇ હોટલના કયાં રૂમમાં રોકાશે તેની પણ સંપુર્ણ તૈયારીઓ પુર્ણ કરી દેવાઇ હતી અને ગાંધીનગરમાં રોસનીથી માંડી તમામ તૈયારીઓ પણ પુર્ણ કરી દેવાઇ હતી. કેંટરીગથી માંડીને સિકયુરીટીની તમામ વ્યવસ્થાઓ પણ પુર્ણ કરી દેવાઇ હતી.

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે વાયબ્રન્ટ સમીટ -2022ને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. કોરોનાના વધી રહેલા કેસ અને ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્ય સરકારે 10મી વાયબ્રન્ટ સમીટ-2022ને મોફૂક રાખી છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા હોવા છતાં સરકારે કરોડોનો ખર્ચ કરી વાયબ્રન્ટ સમીટની તૈયારી કરી હતી. ત્યારે વાયબ્રન્ટ માટે કરવામાં આવેલો કરોડો રૂપિયોનો ખર્ચ પાણીમાં ગયો. સરકારે રાજ્યના નાગરિકોના હિતમાં આગામી 10થી 12 જાન્યુઆરીએ યોજનારી વાયબ્રન્ટ સમિટને મોફૂક રાખી છે. અંદાજીત 85 કરોડનો ખર્ચ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ પાછળ કરવામાં આવ્યો છે ત્યારે આ ખર્ચ કોણ ભોગવશે તે એક મોટો સવાલ છે.

વાયબ્રન્ટ સમિટની જેમ પતંગ મહોત્સવ અને ફલાવર શોની તૈયારી પાછળ પણ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે, પંતગ મહોત્સવ અને ફલાવર શોની તૈયારીઓ પણ બે મહિના પહેલા જ શરૂ કરી દેવાઇ હતી. ત્યારે પ્રજાના પરશેવાની કમાઇના નાણાં પાણીમાં ડુબી ગયાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. સરકારને પહેલાથી જ ખબર હતી કે જે રીતે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે રીતે ગુજરાતમાં પણ કોરોનાના અને ઓમિક્રોનના કેસ વધુ શકે છે તેમ છતાં રાજય સરકારે વાયબ્રન્ટ સમિટ,કાઇટ ફેસ્ટીવલ અને ફલાવર શો યોજવા માટે તૈયારીઓ કરી પ્રજાની પરસેવાની કમાણીના અબજો રૂપિયા પાણીમાં ડુબાવ્યા છે.

Your email address will not be published.