પીરાણા ડમ્પ સાઈટ ખાતે બાયો સી.એન.જી. પેદા કરાશે

| Updated: April 4, 2022 10:58 am

અમદાવાદ શહેરમાં પીરાણા ડમ્પિંગ સાઈટ ધણા વર્ષોની જુની છે.અને ત્યાં લાખો ટન કચરો ખડકાયો છે શહેરનો બધો કચરો ત્યાં જ નાખવામાં આવે છે.જેના કારણે સ્થાનિક લોકોને પરેશાન થઇ રહી છે અનેક વાર લોકો દ્રારા રજૂઆત કરવામાં આવી છે અને તેની સાથે વિપક્ષ દ્રારા પણ આંદોલન કરવામાં આવ્યું છે પરંતુ કોઇ નિરાકરણ હાલ સુધી આવ્યું નથી.

દોઢ વર્ષમાં સાઈટને ઝીરો વેસ્ટ કરવા જાહેરાત કરવામાં આવી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ ડમ્પ સાઈટ શહેરીજનોના જાહેર આરોગ્ય માટે ખતરા રૂપ છે તેમ કહીને દોઢ વર્ષમાં કચરામુકત કરાશે તેવી જાહેરાત અને આદેશ પણ કરાયો હતો.

મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગે આ ડમ્પ સાઈટ ખાતે ઓર્ગેનિક વેસ્ટમાંથી બાયો સી.એન.જી.પેદા કરવાની કવાયત હાથ ધરી છે અને પ્લાન્ટ નાંખી વીસ વર્ષ માટે તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે કોન્ટ્રાકટ આપવા કવાયત હાથ ધરવામાં આવી છે.

તેની સાથે તમને જણાવી દઇએ કે ઈથેન,મિથેન,પ્રોપેન ઉપરાંત કાર્બન મોનોકસાઈડ જેવા ઝેરી અને સળગી ઉઠે એવા ગેસ પેદા થઈ રહ્યા હોવાનું સામે આવ્યુ છે આ ગેસના કારણે લોકોના આરોગ્યને નુકશાન થઇ શકે છે.

વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે દ્રારા સવાલ કરવામાં આવ્યા હતા તેમાં મ્યુનિ.બોર્ડ બેઠકમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ અંતર્ગત એબેલોન એનર્જી,જિંદાલ ઉપરાંત ભરુચ એન્વાયરો અને ક્રીએટીવ જેવી કંપનીઓને જમીન અપાયા બાદ પણ વીજળી પેદા કેમ કરી શકાઈ તેના પર સવાલ કરવામાં આવ્યો હતો પરંતુ આ સવાલોનો કોઇ જ જવાબ અધિકારીઓ અને સત્તાધીશો પાસે ન હતો.

પીરાણામા ફરી એક વખત તંત્ર અખતરા કરવા જઇ રહ્યું છે અને

પી.પી.પી.ધોરણે બાયો સી.એન.જી.ગેસ પેદા કરવા મ્યુનિ.નું ટેન્ડર મેળવવામાં જે બીડર કવોલીફાય કરાશે એને પ્લાન્ટ નાંખવા ૧૨ એકર જમીન આપાશે

તેની સાથે 300 ટન સેગ્રીગેટેડ સોલીડ વેસ્ટ ગેસ પણ પેદા કરવા આપવામાં આવશે.પ્લાન્ટ નાંખનાર કંપનીને પ્લાન્ટ સુધી વીજ સપ્લાય મળી રહે એ માટેનું નેટવર્ક ગોઠવામાં આવશે અને તેની સાથે સુએજ લાઈન તથા પોર્ટેબલ વોટર સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવશે.બાઉન્ડ્રી વોલ બનાવામાં આવશે સાથે મ્યુનિ.ના રોડનો પણ તે ઉપયોગ કરી શકાશે.

મ્યુનિ.ને ચોકકસ કેટલી રોયલ્ટી મળશે એની સ્પષ્ટતા કરવામાં આવી નથી અને તેની સાથે વર્ક ઓર્ડર મેળવનારે મ્યુનિ.ને દર મહિને રોયલ્ટી આપવાની રહેશે.ગેસ મેળવવા ઇચ્છશે તો બજાર ભાવથી ઓછા દરમાં આપવામાં આવશે અને તેનો ભાવ ત્રણ ગણો ઓછો હશે.આ પરિસ્થિતિમાં આ કામ કરતી સંસ્થાઓને કયા ભાવે ગેસ આપવામાં આવશે તેની પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી છે.

Your email address will not be published.