CDS બિપિન રાવત, કલ્યાણ સિંહ સહિત 4 હસ્તિઓને પદ્મ વિભૂષણ, ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ

| Updated: January 25, 2022 9:49 pm

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચાર મહાન હસ્તિઓને પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં આવશે અને 17 લોકોને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. જયારે 107 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મ ભૂષણ સન્માન આપવામાં આવશે. હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતને પણ મરણોપરાંત્ત પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. જેમાં ગુજરાતના પ્રખ્યાત કવિ, ખલીલ ધનતેજવી અને ઉદ્યોગ પતિ સવજી ધોળકિયા સહિત 6 મહાનુભવોને પદ્મશ્રી અને સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. જયારે દેશ માટે ગોલ્ડ મેડલ જીતી સુવર્ણ ઇતિહાસ રચનાર પ્રતિભાશાળી નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરાશે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં, દેશે તેનો પ્રથમ સીડીએસ બિપિન રાવત ગુમાવ્યો હતો. હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. હવે તેમની બહાદુરીને સલામ કરવા માટે સરકાર દ્વારા તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. તેમના સિવાય સરકાર આ વખતે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહને પણ મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવા જઈ રહી છે. તેમનું પણ ગયા વર્ષે ખરાબ તબિયતના કારણે નિધન થયું હતું.

આ વખતે સરકાર દ્વારા વેક્સિન ઉત્પાદકોને પણ માન આપવામાં આવ્યું છે. સાયરસ પૂનાવાલા, કૃષ્ણા ઈલા અને સુચરિતા ઈલાને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ, બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને અભિનેતા વિનય બેનર્જીને પણ પદ્મ વિભૂષણ આપવામાં આવશે.

Your email address will not be published.