વડાપ્રધાનના માતા હીરાબાનો જન્મદિવસ, વડનગરમાં દિવાળી જેવો માહોલ છવાયો

| Updated: June 16, 2022 7:11 pm

પીએમ મોદીના માતાનો હીરાબા 100 વર્ષના થવાના છે. તે જ દિવસે વડાપ્રધાન પણ ગુજરાત પ્રવાસે આવવવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ માતા હીરાબાને મળવા માટે વતને પહોંચશે. હીરાબાના જન્મ દિવસને લઈ હાલ વડનગરમાં દિવાળી જેવા માહોલ જોવા મળી રહ્યો છે. વડનગરની તમામ શાળાના બાળકોને મગના શીરાનું ભોજન પણ આપવામાં આવશે.

આગામી 18 જૂનના રોજ પીએમ મોદીના માતા હીરાબા 100 વર્ષના થશે. જેથી આ જન્મ દિવસે વડાપ્રધાનના વતન એવા વડનગરમાં તમામ સરકારી શાળાઓમાં બાળકોને મગના શીરાનું ભોજન આપવામાં આવશે. આ સાથે હાલ વડનગરમાં દિવાળી જેવા માહોલ જોવા મળી રહ્યો છે. પ્રહ્લાદભાઈ મોદીએ કહ્યુ કે, વડનગરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો પરિવાર દ્વારા જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરાયું છે.

આ અંગે પ્રહ્લાદ મોદીએ માહિતી આપી છે કે, હીરાબેનની ઉંમરના 100 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. અમે વડનગરના હાટકેશ્વર મંદિરમાં એક નવચંડી યજ્ઞ અને સુંદર કાંડના પાઠનું આયોજન કર્યું છે. આ અવસર પર મંદિરમાં એક સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો પરિવાર દ્વારા આ દિવસે બપોરે અમદાવાદના જગન્નાથ મંદિરમાં બપોરના ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ મોદી 18 તારીખે માતાના આશીર્વાદ લેવા માટે પહોચશે. પીએમ મોદી પોતાની યાત્રા દરમિયાન વડોદરામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ પહેલાં પીએમ મોદી માર્ચ મહિનામાં ગુજરાતના પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત નિવાસ્થાને માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડે ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ આપવામાં આવ્યુ છે. આ વિશે ગાંધીનગર પાલિકા દ્વારા જણાવાયુ કે, જેઓએ પોતાના સમગ્ર જીવન, ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાથી દેશની સેવા કરી છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા આવતીકાલે 18 જૂને 100 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને રાસયણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામકરણ કરાયુ છે. હીરાબાનું નામ સદાય જીવંત રહે અને ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાનો બોધપાઠ લે તે હેતુથી આ માર્ગને તેમનુ નામ આપવામાં આવ્યુ છે.

વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા સુરક્ષા એજન્સી સતર્ક

દેશના વડાપ્રધાન આવતીકાલે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. પીએમની મુલાકાત પહેલા ગુજરાત એટીએસ દ્વારા પાચ લોકોની પુછપરછ કરવામાં આવી છે. વડોદરાના ડોક્ટર સાદાબ પાનવાલા અને એક મહિલાની સાથે દાણીલીમડાના વેપારીની તપાસ કરાઇ રહી છે. જેમાં ગોધરાના ભંગારના વેપારી તથા ભાવનગરના એકની પુછપરછ કરવામા આવી રહી છે.

રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ રેગ્યુલર ડ્રીલ છે. કોઈ સ્પેશ્યલ એક્ટિવીટી નથી. સાથે જ સોશિયલ મીડિયા પર કોઈ આપતિ જનક સ્ટેટમેન્ટ હોય તેને લઈ કાર્યવાહી થઈ રહી હોવાનુ જણાવ્યુ છે. મહત્વનું છે કે વડોદરાના ડોક્ટર સાદાબનુ નામ 2008ના બ્લાસ્ટ કેસમા પણ સામે આવ્યુ હતુ. જેથી રાજ્યમાં ISIS અને SIMIના સ્લિપર સેલ એક્ટિવ છે કે કેમ તે અંગેની તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે. સાથે જ તમામના મોબાઇલ અને લેપટોપ કબ્જે કર્યા છે. તથા ISISના હેન્ડલર સાથે વોટ્સપ અને ટેલીગ્રામથી સંપર્કમાં હોવાનુ ગુજરાત એટીએસ માની રહી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

10મી જૂને મુલાકાત લીધી હતી

તમને જણાવી દઈએ કે આ પહેલા 10મી જૂને પણ PM ગુજરાત પ્રવાસ પર હતા જ્યાં તેમણે ઘણા મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન PM એ અમદાવાદમાં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું, જે ગુજરાતમાં અવકાશ ક્ષેત્રમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવાના ભારતના પગલાને મજબૂત બનાવ્યું.

Your email address will not be published.