ગુજરાત ભાજપા વિધાનસભા એકશન મોડમાં, મધ્યઝોનના 42 પ્રભારીની જાહેરાત કરી

| Updated: June 21, 2022 6:11 pm

ગુજરાત ભાજપા વિધાનસભા ચૂંટણીને લઈ એકશન મોડમાં જોવા મળી રહી છે. પ્રદેશ ભાજપે ઉત્તર બાદ હવે મધ્યઝોનના 40 પ્રભારીની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલા ગુજરાતના ઉત્તર ઝોનની 59 બેઠકો માટે અને ગઈકાલે સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો માટે પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબ દ્વારા મધ્ય ઝોનની 40 અને સૌરાષ્ટ ઝોન 2 ની વિધાનસભા સીટના પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રભારીઓમાં, આણંદમાં 7, ખેડામાં 6, મહીસાગરમાં 3, પંચમહાલમાં 5, દાહોદમાં 6, વડોદરા જિલ્લામાં 5, છોટા ઉદેપુરમાં 3 અને વડોદરા શહેરમાં 5 પ્રભારીની નિમણુંક કરવામાં આવીઓ છે. તો સૌરાષ્ટ્ર ઝોનમાં મોરબી અને રાજકોટ જીલ્લા માટે પણ આજે પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે.

આણંદ

1.ખંભાત- ગોપાલભાઈ શાહ
2.બોરસદ- રાકેશભાઈ રાવ
3.આંકલાવ- પ્રકાશ ગુર્જર
4.ઉમરેઠ- દશરથ પટેલ
5.આણંદ- સુરેશ ભટ્ટ
6.પેટલાદ-વિમલ ઉપાધ્યાય
7.સોજીત્રા-સતીષ પટેલ (કિસાન)

ખેડા

8.માતર-મુકેશ શુક્લ
9.નડીયાદ-મહેશ પટેલ
10.મહેમદાવાદ-અંબાલાલ રોહિત
11.મહુધા- શબ્દશરણ બ્રહ્મભટ્ટ
12.ઠાસરા- દિલીપ પટેલ
13.કપડવંજ- સંજય પટેલ

મહિસાગર

14.બાલાસિનોર- પ્રતાપસિંહ ગોહેલ
15.લુણાવાડા- અશોક પંડ્યા
16.સંતરામપુર- વેચાત બારિયા

પંચમહાલ

17.શહેરા- ભાનુભાઈ માળી
18.મોરવાહડફ- મંગુભાઈ જેઠાભાઇ પટેલ
19.ગોધરા- કાંતિભાઈ ચાવડા
20.કાલોલ- મુકેશ પટેલ
21.હાલોલ- ઘનશ્યામ દલાલ

દાહોદ

22.ફતેપુર- સરદારસિંહ બારિયા
23.ઝાલોદ- કાળુ માલીવાડ
24.લીમખેડા- સમરસિંહ પટેલ
25.દાહોદ- રામસિંહ રાઠવા
26.ગરબાડા- જશુભાઈ રાઠવા
27.દેવગઢ બારિયા- જશવંતસિંહ સોલંકી

વડોદરા

28.સાવલી- કકુલ પાઠક
29.વાઘોડિયા- મેહુલ પટેલ
30.ડભોઈ- સુનિલ પાટીલ
31.પાદરા- મેહુલ ઝવેરી
32.કરજણ- રાકેશ પટેલ

વડોદરા શહેર

33.વડોદરા શહેર- સુભાષભાઈ બારોટ
34.સયાજીગંજ- ધર્મેશ પંડ્યા
35.અકોટા- નયનાબેન પટેલ
36.રાવપુરા- જયાબેન ઠક્કર
37.માંજલપુર- બબલભાઈ પટેલ (જયપ્રકાશ)

છોટાઉદેપુર

38.છોટાઉદેપુર- શશીકાંત પટેલ
39.જેતપુરપાવી- સુધીર લાલપુરવાલા
40.સંખેડા-ભૂપેન્દ્ર લાખાવાલા

સૌરાષ્ટ્ર ઝોન

41.વાંકાનેર-અરજણભાઇ રબારી
42.રાજકોટ ગ્રામ્ય- વિપુલ પટેલ

Your email address will not be published.