ભાજપ સમર્થિત પેનલનો ગોંડલ એપીએમસીની ચૂંટણીમાં ભવ્ય વિજય

| Updated: October 16, 2021 12:14 pm

બુધવારે જેનું મતદાન થયું હતું તે ગોંડલ એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતા.

ખેડૂતોના મતવિસ્તારની 10 બેઠકોની જીત સાથે એપીએમસીની તમામ 16 બેઠકો માટે ભાજપ સમર્થિત પેનલ દ્વારા સંપૂર્ણ વિજય અંકે કરાયો છે. પેનલે પહેલાથી જ વ્યાપારી મતવિસ્તારની ચાર બેઠકો અને વેચાણ-ખરીદી યુનિયનોની બેબેઠકો બિનહરીફ જીતી લીધી હતી.. APMC ના 19 સભ્યોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 16 સહકારી આગેવાનો છે, રાજ્ય સરકાર બે સભ્યોની નિમણૂક કરે છે જ્યારે ગોંડલ નગરપાલિકાના એક કાઉન્સિલરને 19 માં સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે.

આ ચૂંટણીમાં, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની 616 નોંધાયેલ ગ્રામ્ય કક્ષાની ખેડૂત સહકારી મંડળીઓના 582 નિમાયેલા સભ્યોએ મતદાન કર્યું. આ સહકારી મંડળીઓ, તેમની ક્રેડિટ જરૂરિયાતો માટે સંબંધિત જિલ્લા સહકારી બેંકો પર આધાર રાખે છે. ભાજપના નેતા અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપ બેંક ચેરમેન જયેશ રાદડીયાએ આ ચૂંટણીમાં ઊંડો રસ લોધો હતો.

ભાજપ સમર્થિત વર્તમાન ચેરમેન ગોપાલ શિંગાલાએ પ્રભાવશાળી જીત મેળવી હતી, જ્યારે વિરોધી કોંગ્રેસ સમર્થિત રાજુ સખીયા પોતે માત્ર 23 મત મેળવી શક્યા હતા.

આ જીત સાથે, ભાજપ સમર્થિત સહકારી નેતાઓએ છેલ્લા 20 વર્ષમાં સતત પાંચમી વખત રાજ્યની સૌથી મોટી APMC પર પોતાની પકડ ચાલુ રાખી છે.

Your email address will not be published. Required fields are marked *