Junagadh: ભાજપના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર હિતેન્દ્રભાઇ ઉદાણીએ જણાવ્યું કે, મહાનગરપાલિકા કચેરીની સામે આવેલ નાની શાક માર્કેટ પાસેનું તેમનું મકાન સાવ જર્જરિત બની ગયું છે. રવિવારે સવારે મકાનનો કેટલોક ભાગ પડી ગયો હતો. અને હવે આખું મકાન ગમે ત્યારે ધરાશાયી બને તેવી સ્થિતિ છે અને જો મકાન પડે તો ત્યાંથી પસાર થતાં રાહદારી, વાહન ચાલકો પર મોતનું જોખ રહેશે.
આ મામલે કમિશ્નરને ફોન પર 3 વખત જાણ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ તેઓ આ અંગે જનરલ બોર્ડમાં રજૂઆત કરે તે પહેલા 20 દિવસમાં યોગ્ય થઇ જશે તેવું આશ્વાસન આપી રજૂઆત કરવા દીધી ન હતી. જ્યારે શાખા અધિકારીને જાણ કરતા 3 દિવસમાં મકાન ઉતારી લેવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ હજુ સુધી આ મકાનને દૂર કરાયું નથી. જો આ મકાનને દૂર કરવામાં નહિ આવે તો મનપામાં હિતેન્દ્રભાઇ ઉદાણી ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી તેમણે આપી હતી. અને ત્યારબાદ પોતાનું ઘર ખાલી કરી તેઓ તેમના જમાઇના ઘરે રહેવા જતા રહ્યા છે.
આ પણ વાંચો: મનપાના પાપે પ્રજા પરેશાન: જ્યાં જુઓ ત્યા ખાડા જ ખાડા, વરસાદે અમદાવાદનો નક્શો જ બદલી નાખ્યો