ભાજપે સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા

| Updated: June 20, 2022 4:29 pm

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે સૌરાષ્ટ્રની બેઠકો પર 48 પ્રભારી જાહેર કર્યા છે. સુરેન્દ્રનગરની 5, મોરબીની 3, રાજકોટની 8, જામનગરની 5, દ્વારકા અને પોરબંદરની 2-2, જૂનાગઢની 5, ગીર સોમનાથની 4, અમરેલીની 5, ભાવનગરની 7 અને બોટાદની 2 મળી સૌરાષ્ટ્ર ઝોનની કુલ 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કરવામાં આવ્યાં છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 જૂનના રોજ ઉત્તર ગુજરાત ઝોનની 59 બેઠકોના પ્રભારી જાહેર કરવામાં આવ્યાં હતા. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદની મળી કુલ 59 બેઠકોના પ્રભારી જાહેર કરવામાં આવ્યાં હતા.

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ગુજરાત ઝોનની 59 બેઠકો, જેમાં બેઠક ક્રમાંક 1 થી 59 અને સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો, જેમાં બેઠક ક્રમાંક 60 થી 107 વિધાનસભા બેઠક મળી કુલ 107 બેઠકો પરના પ્રભારી જાહેર કર્યા છે. હવે દક્ષિણ ગુજરાત ઝોનના પ્રભારીની યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Your email address will not be published.