ભાજપ દ્વારા કોરોના કંટ્રોલરુમની શરુઆત, 50થી 70 ડોક્ટરોની ટીમો તૈયાર કરવામાં આવી

| Updated: January 11, 2022 5:55 pm

ગુજરાતમાં દૈનિક કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જયારે સૌથી વધારે કેસ અમદાવાદના સામે આવી રહ્યા છે. આ મહામારી સામે પહોંચી વળવા માટે ભારતીય જનતા પાર્ટીએ કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે. જે માટે હોલ્પલાઈન નંબર 9408216170 જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધતા સરકાર એલર્ટ થઈ ગઈ છે. ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વ્યક્તિ ઘરે કોરોનાની સારવાર લઈ રહ્યા છે તેઓને તબીબનું માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. કમલમ ખાતે શરૂ કરવામાં આવેલી આ હેલ્પલાઈન થકી લોકોને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. ખુદ રાજ્યના આરોગ્યમંત્રી આ હેલ્પલાઈન પર નજર રાખશે.

મેડિકલ સેલના સંયોજક ડૉ. ધર્મેન્દ્ર ગજ્જરે જણાવ્યુ કે, ગુજરાત પ્રદેશ મેડિકલ સેલ દ્વારા તમામ જિલ્લાઓમાં 50થી 70 ડોક્ટરોની ટીમો તૈયાર કરવામાં આવી છે. જેમાં અંદાજીત 2500 જેટલા ડોક્ટરો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. કોરોના સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દી અને તેમના પરિવારજનોને સરળાથી માર્ગદર્શન આપવામાં આવશે. વધુમાં આ નંબરની મદદથી દર્દીને ફોન પર તમામ માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં આઈસીયુ બેડ, મેડિસિનનું માર્ગદર્શન સહિતની માહિતી સરળતાથી મળી રહેશે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ, વિનોદ ચાવડા, રાજય મંત્રી રૂષીકેશ પટેલ, મંત્રી નિમીષાબેન સુથાર, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, મેડિકલ સેલના સંયોજક ડૉ.ધર્મેન્દ્ર ગજ્જર,ડૉ.શ્રદ્ધાબેન રાજપૂત, ડૉ.અતુલ પંડ્યા અને ડૉ.શિરીષ ભટ્ટ હાજર રહ્યા હતા.

Your email address will not be published.