રિવરફ્રન્ટ સંત સંમેલન બન્યું સુપ્રર સ્પ્રેડર, ભાજપના 45 નેતા કોરોના સંક્રમિત

| Updated: January 9, 2022 8:07 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ સંત સંમેલન સુપર સ્પ્રેડર સાબીત થઈ રહ્યું છે. ભાજપના એક પછી એક નેતા કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. આ તમામ નેતાઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. આ સંમેલનમાં હાજર 45 નેતા હાલ કોરોના સંક્રમિત થયા છે. નેતાઓ કોરોના સંક્રમિત થતા હાલ સાધુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સંત સંમેલનમાં હાજર અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ અમિત શાહ અને મહામંત્રી ભૂષણ ભટ્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જો કે, તેઓને હાલ અમદાવાદ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં 9 જાન્યુઆરીના રોજ 6275 નવા કેસ સામે આવ્યા હતા 1263 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા હતા. જયારે અમદાવાદ શહેરમાં 2484 ગત રોજ કરતા ઓછા કેસ સામે આવ્યા હતા. સુરતમાં 1696 કેસ આવ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *